ઉનાળાની ઋતુની સાથે બજારમાં કેરીનું આગમન થાય છે. મોટાભાગના લોકો આ સિઝનની આતુરતાથી રાહ જોતા હોય છે. ફળોના રાજા કેરી નું નામ સાંભળતા જ લોકોના મોંમાં પાણી આવી જાય છે. સ્વાદ સિવાય કેરી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. કેરીને ખાતા પહેલા થોડીવાર પાણીમાં પલાળી રાખવી ખૂબ જ જરૂરી છે.
કેરી ખાવામાં ફાયદા
ઉનાળાની સિજનમાં ગરમીમાં તમે કેરી ન ખાધી તો શું ખાધુ, કેરી ખાવામાં જેટલી ટેસ્ટી છે તેટલા તેના ફાયદા પણ છે. ફળોનો રાજા કહેવાય છે. આ કેરીને લઇને લોકોમાં અનેક વાતો સાંભળવા મળે છે. જેને લઇને આ કેરીને લઇને મનમાં અનેક માન્યતાઓ ઉભી થઇ છે. બુજુર્ગ લોકો કહેતા હોય છે કે વધુ પડતી કેરીઓ ન ખાવો નહી તો મો પર પિમ્પલ્સ આવી જશે.
કેરી ખાવાને લઇ મુંઝવણ પણ છે
એવું પણ કહેવામાં આવી રહ્યુ છે કે ઉનાળામાં દરરોજ કેરી ખાવાથી પેટ ખરાબ થઇ જાય છે. આપણામાંથી ઘણા લોકો આ વાતો માને છે. જો તમે પણ આ જુની વાતો માનીને કેરીનો સ્વાદ નથી માણી રહ્યા તો આજે અમે તમને તમારી મુંઝવણને દૂર કરીશું. અને તમને તેનાથી સંબંધિત તથ્યો વિશે જણાવી રહ્યા છીએ.
ડાયાબિટીસના દર્દીઓ માટે કેરી કેટલી યોગ્ય
ઘણા વર્ષોથી લોકોમાં એક ગેરસમજ છે કે ડાયાબિટીસવાળા લોકો કેરી ન ખાઈ શકે, કારણ કે તે મીઠી છે. તમને જણાવી દઈએ કે કુદરતી મીઠાશ હોવા છતાં પણ ડાયાબિટીસના દર્દીઓ કેરી ખાઈ શકે છે. તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 55 ની નીચે છે. તેથી તે ડાયાબિટીસના દર્દીઓના સંતુલિત આહારનો એક ભાગ હોવો જોઈએ. ડાયાબિટીસથી પીડિત લોકો માટે દિવસમાં એક કેરી ખાવી પૂરતી છે. કેરી ખાવા અંગે ઘણી ગેરમાન્યતાઓ છે પરંતુ ખરેખર શું છે તે પણ જાણીએ.
રાત્રે કેરી ખાવાથી વજન વધે છે
કેરીને લગતી આ એક સામાન્ય માન્યતા છે. કેરી ખાવાનો સમય વજન પર અસર કરતું નથી. ધ્યાનમાં રાખો કે કેરી ફેટ ફ્રી, સોડિયમ ફ્રી અને કોલેસ્ટ્રોલ ફ્રી છે. તેથી, કેરી ખાવાથી વજન ક્યારેય વધતું નથી, પરંતુ હા તેને યોગ્ય માત્રામાં ખાવી જોઈએ. આ એક સ્વસ્થ ફળ છે. તમે તેને વજન ઘટાડવા માટે ખાઈ શકો છો. તે ચયાપચયને વેગ આપે છે, તેથી તે વજનમાં વધારો કરતું નથી, તેનાથી વિપરીત તે ઘટે છે.
કેરીની છાલ ઝેરી હોય છે
કેરીની છાલ ઝેરી છે કે કેમ તે અંગે હજુ પણ ચર્ચા ચાલી રહી છે. જો તમે પણ આ વાત માનતા હોવ તો એવું કંઈ નથી. તેના બદલે તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે, તેથી તેનું સલામત રીતે સેવન કરી શકાય છે. જો કે, સંવેદનશીલતાને કારણે તે કેટલાક લોકો માટે હાનિકારક હોઈ શકે છે.
બધી કેરીનો સ્વાદ સરખો
જો તમે કેરીના શોખીન છો તો તમે જાણતા હશો કે કેરીની ઘણી જાતો છે. જેનો સ્વાદ પોત અને મીઠાશનું સ્તર અલગ અલગ હોય છે. દરેક કેરી તમારા સ્વાદના અનુભવને વધારી શકે છે.
કેરી ખાવાથી પિમ્પલ્સ થાય છે
કેરીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તે શરીરમાં રહેલા તમામ ઝેરી તત્વોને દૂર કરે છે. આનો અર્થ એ છે કે તે શરીરને ડિટોક્સિફાય કરે છે. તેથી કેરી ખાવાથી ખીલ થઈ શકતા નથી. તેના બદલે કેરીમાં કેરોટિન હોય છે, જે ત્વચા પર ચમક લાવે છે. કેરી ખાધા પછી કોઈને પિમ્પલ્સ થાય તો પણ ઓછું ખાવું, પણ ન ખાવું એ ઉકેલ નથી.