કેળાના પાંદડા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે: કેળા ખાવાનું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે પરંતુ કેળાના ઝાડમાં માત્ર કેળા જ નહીં પરંતુ કેળાના પાંદડા પણ ખૂબ જ ઉપયોગી છે. તેને ખાવાથી ઘણી બીમારીઓ દૂર રહે છે.
ભારતના વિવિધ રાજ્યોમાં અલગ અલગ પરંપરાઓ છે. જ્યાં ભોજન બનાવવાથી લઈને ભોજન પીરસવાની રીતો તદ્દન અલગ છે.
આજે ભલે ખોરાક ખાવા માટે વિવિધ પ્રકારના વાસણો બજારમાં મળે છે પરંતુ ભારતના દક્ષિણી રાજ્યોમાં હજુ પણ પરંપરાગત રીતે કેળાના પાન પર ભોજન પીરસવામાં આવે છે.
આજે આપણે ભોજનની રીતો ને બદલે કેળાંનાં પાંદડાની વિશેષતા વિશે જાણીશું.
કેળાને વિશ્વનું સૌથી લોકપ્રિય ફળ છે તેવું કહી શકાય કેમ કે દરેક વ્યકિત અમીર હોઈ કે ગરીબ બધાના કેળાં પ્રિય હોઈ છે.
કેળાના ઝાડ ખૂબ મોટા છે અને તેના પાંદડા પણ ખુબ જ મોટાં હોઈ છે. કેળાંનાં પાંદડા કેળા જેટલાં જ ફાયદાકારક છે. કેળાના પાન જેટલા ખાવું પણ ખુબ જ ફાયદેકારક છે.
કેળાના પાંદડામાં આવા અનેક ગુણ હોય છે. જે ડાયાબિટીસ જેવી બીમારીઓને તમારાથી દૂર રાખે છે. જો તમે કેળાના પાન નિયમિત ખાવ છો તો તમને ડાયાબિટીસ થવાનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે.
આ સાથે જ કેળાના પાન વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે તેમજ તેનું સેવન અસ્થમા અને બ્રોન્કાઇટિસ જેવી બીમારીઓમાં પણ મદદ કરે છે.