Golden Man OF bihar:બિહારના ગોલ્ડ મેનમાં છ વર્ષ પહેલાં સોના પ્રત્યેનો પ્રેમ એટલો જાગ્યો કે, આજે તે સોનાના બુલેટની સવારી કરે છે અને 5 કિલો 200 ગ્રામ સોનું પહેરીને ચાલવાનું પસંદ કરે છે. તેઓ પોતાને બિહારના પ્રથમ અને દેશના બીજા નંબરનો ગોલ્ડ મેન ગણાવે છે. તેમણે એકબે નહીં પણ 5 કિલો 200 ગ્રામ સોનું પહેરીને ચાલવાનું શરૂ કર્યું હતું. હવે આ આંકડો 5 કિલો 400 ગ્રામ થઈ ગયો છે.

તમે ઘણા મોડલની બુલેટ રસ્તા પર દોડતી જોઈ હશે. પરંતુ, શું તમે ક્યારેય સોનાની બુલેટ દોડતી જોઈ છે? જો નહિ તો આજે અમે તમને ગોલ્ડન બુલેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સોનેરી રંગની ચમકતી આ બુલેટ આખે આખી સોનાની છે. બિહારના ગોલ્ડ મેન સોનું પહેરવાની સાથે સોનાની બુલેટ પણ ચલાવે છે.

પ્રેમ કુમાર સિંહ જે બિહારના ગોલ્ડન મેન તરીકે ઓળખાય છે. તેમની ચમકતી સોનાની બુલેટમાં બુલેટની તમામ વિશેષતાઓ છે. પરંતુ, તેની બોડી 24 કેરેટ સોનાથી કોટેડ કરવામાં આવી છે. લગભગ 200થી 300 ગ્રામ સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. આ કામમાં અંદાજે 13 થી 14 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.

બિહારના ગોલ્ડન મેન તરીકે ઓળખાતા પ્રેમ સિંહ મુખ્યત્વે ભોજપુર જિલ્લાના રહેવાસી છે. તેમને નાનપણથી જ સોનાનો શોખ હતો. જેથી તે 5 કિલો જેટલું સોનું પહેરીને ચાલે છે. પહેલા પ્રેમસિંહ ઓછી માત્રામાં સોનું પહેરતા હતા. પણ હવે આ આંકડો 5 કિલો 400 ગ્રામનો થઈ ગયો છે. એટલું જ નહીં પ્રેમ સિંહે સોના પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા લગભગ 14 લાખ રૂપિયા ખર્ચીને ગોલ્ડન બુલેટ તૈયાર કરાવી છે. આ સાથે તેઓ સોનાની પાઘડી અને ચશ્મા પણ બનાવડાવ્યા છે. તેમની આસપાસ હંમેશા 4 જેટલા બોડીગાર્ડ તેમની સુરક્ષા માટે તૈનાત રહે છે.

દાવો છે કે, તે બિહારના પ્રથમ અને દેશના બીજા નંબરનો ગોલ્ડ મેન છે. જે પ્રથમ સ્થાને છે. તે લગભગ 7 થી 8 કિલો સોનું પહેરે છે. તેમનો ઉદ્દેશ્ય એ છે કે, એક દિવસ તે બીજા સ્થાનેથી પ્રથમ સ્થાને પહોંચશે. આ માટે તે સોનાની ખરીદી સતત વધારી રહ્યા છે. બુલેટ બાદ હવે સોનાની પાઘડી અને ચશ્મા પણ તેમના દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.

Golden Man of Bihar | gold bullet motorcycle | gold jewelry | luxury lifestyle | Bihar | gold obsession | 24-karat gold | unique vehicles | gold accessories | lifestyle | golden bullet bike