અનેક પરિબળો છે જેને લીધે વાળ ડ્રાઈ અને ડલ (ઝાંખા) થઇ જતા હોય છે જેમ કે – વધુ સમય સુધી તડકામાં રહેવાથી, તમે વાપરો છો એ પાણીનો પ્રકાર અને પૂરતા પ્રમાણમાં પોષણ ન આપતો આહાર અને જો તમે ડ્રાઈ હૅરની સમસ્યા ધરાવતા હોય તો નીચેના માંથી કોઈપણ ઉપાય અજમાવી જુઓ….
- હીટ આપી કોરા ન કરો
- તમારા વાળને મૉઈશ્ર્ચરાઈઝ કરો.
- તમારા વાળને યોગ્ય પોષણ આપો
યોગ્ય ઉત્પાદન વાપરો:

ડ્રાઈ હૅરનો સામનો કરવા માટે એવાં શૅમ્પૂનો ઉપયોગ કરો જે વાળને મૉઈશ્ર્ચરાઈઝ થવામાં મદદરૂપ થાય છે અને અમે ભલામણ કરીએ છીએ કે તમારા વાળ સાચવણી માટે તમે ડવ ઑક્સિજન મૉઈશ્ર્ચર શૅમ્પૂ થી ધુઓ અને કંડિશનર કરો. આમાં છે ઑક્સિફ્યુઝન ટેકનોલૉજી જે વાળમાં મૉઈશ્ર્ચર ઉમેરે છે અને સમય જતા વાળને ભરાવદાર બનવી દે છે.
તમારા વાળ સારી રીતે કોરા કરો:

તમારા વાળ ધોયા અને કંડિશન કર્યા પછી ડ્રાયર્સ અને સ્ટ્રેટનર્સ દ્વારા તેને હીટ આપીને કોરા ન કરશો તેને હવામાં જ કોરા થવા દેશો. ભીના વાળને કોરા કરતી વખતે તેને ટૉવેલ સાથે જોરથી ઘસીને ન લૂછો અને શૉવર માંથી બહાર આવીને તરત જ વાળને સૂંવાળા રૂમાલમાં બાંધી લો, જેથી તેમાં રહેલ સુતર(કોટન) તમારા વાળના મૉઈશ્ર્ચરને નુકસાન કર્યા વગર બધું જ પાણી શોષી લે છે.
યોગ્ય આહાર લો:

તમારા વાળ અને ત્વચાને સુંદર રાખવાની વાત આવે તો ત્યારે યોગ્ય આહાર લેવો ખૂબ જ મહત્વનું બની રહે છે. અને તમારા વાળની તંદુરસ્તી અને સુંદરતા જાળવી રાખવા માટે ઓમેગા-3 ફેટ્ટી એસિડ્સ ઉપયોગી બને છે.
ગરમ પાણીથી ન્હાવાનું ટાળો:

ડ્રાઈ હૅરથી બચવા માટેના સૌથી પહેલા ગરમ પાણીનો ઉપયોગ ટાળવો સૌથી મુખ્ય છે અને ગરમ પાણીથી તમારા વાળને નુકસાન થઈને તેનું મૉઈશ્ર્ચર જતું રહે છે. પરિણામે વાળ શુષ્ક બની જતા હોય છે.તમારા વાળ ધોવા હૂંફાળા પાણીનો ઉપયોગ જોઈએ.