ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા માટે શ્રાવણને શ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે. સાવન માં શિવ પૃથ્વી પર રહે છે. 22 જુલાઈ સોમવારથી શ્રાવણ શરૂ થઈ રહ્યું છે, તેથી આ વર્ષ શ્રાવણ ખાસ છે. તે પણ સોમવારે, 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. શિવભક્તો સાવનનાં દરેક સોમવારની આતુરતાપૂર્વક રાહ જુએ છે. આ વર્ષે શ્રાવણમાં 5 સાવન સોમવારનો સંયોગ છે. પહેલો શ્રાવણ સોમવાર 22 જુલાઈ, બીજો 29 જુલાઈ, ત્રીજો શ્રાવણ સોમવાર 5 ઓગસ્ટ, ચોથો 12 ઓગસ્ટ અને છેલ્લો શ્રાવણ સોમવાર 19 ઓગસ્ટ 2024ના રોજ છે.
22 જુલાઈના રોજ શ્રાવણ શરૂ થતાની સાથે જ સર્વાર્થ સિદ્ધિ, પ્રીતિ અને આયુષ્માન યોગનો સંયોગ છે. આવી સ્થિતિમાં શિવ ઉપાસનાનું ત્રણ ગણું ફળ મળશે. જે ભક્ત શવન સોમવારનું વ્રત રાખે છે તેણે આખો દિવસ ફળ ખાવા જોઈએ. ઉપવાસ કરનાર કેળા, સફરજન અને કેરી જેવા મોસમી ફળોનું સેવન કરી શકે છે.
પૌરાણિક કથાઓ અનુસાર, માતા પાર્વતીએ ભગવાન ભોલેનાથને તેમના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. પરિણામે, મહાદેવે પાર્વતીજીને તેમની પત્ની તરીકે સ્વીકારવા માટે આશીર્વાદ આપ્યા.
ધરતી પર રહે છે શિવ–પાર્વતી
માનવામાં આવે છે કે શ્રાવણ મહિનાનાં પ્રારંભની સાથે સૃષ્ટિની રચના કરનાર ભગવાન વિષ્ણુ આરામ માટે પોતાના લોક જતા રહે છે. તે પોતાનું દરેક કામ ભગવાન શિવને આપી દે છે. ભગવાન શિવ પાર્વતીની સાથે ધરતી લોક પર રહીને ધરતીવાસીઓનું રક્ષણ કરે છે.
ભગવાન શિવ અને શ્રાવણ
શ્રાવણ મહિનામાં વરસાદ સૌથી વધારે થાય છે કારણ કે ભગવાન શિવનાં ત્રણેય નેત્ર સૂર્ય ચંદ્ર અને અગ્નિનાં સ્વરૂપ છે. તેના સિવાય કંઠમાં ઝેર થવાના કારણે શિવનું શરીર તદ્દન ગરમ રહે છે. શ્રાવણમાં વરસાદની મોસમ હોવાનાં કારણે શિવનાં શરીરમાં પૂરતી ઠંડક મળે છે. જેના કારણે જ શિવને શ્રાવણ મહિનો અત્યંત પ્રિય છે.
શ્રાવણમાં સમુદ્રમંથન
પોરાણિક કથાઓમાં વર્ણન આવે છે કે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું. સમુદ્રમંથન પછી જે હલાહલ ઝેર નીકળ્યું તેને ભગવાન શંકરે કંઠમાં સામેલ કરી સૃષ્ટિની રક્ષા કરી હતી. પરંતુ વિષપાનથી મહાદેવ શિવનો કંઠ લીલો પડી ગયો હતો. જેના માટે મહાદેવને નીલકંઠના નામથી પણ બોલાવવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે ઝેરની અસર ઓછી કરવા માટે જ શ્રાવણમાં શિવજી પર જળ ચઢાવવામાં આવે છે.
આજ કારણ છે કે બીજા મહિનાની સરખામણીએ શ્રાવણ મહિનામાં શિવલીંગ પર જળ ચઢાવવાનું ખાસ મહત્વ છે. આ મહિનામાં શિવલીંગ પર જળ ચઢાવનાર વ્યક્તિની દરેક મનોકામનાઓ પુર્ણ થાય છે. શિવપુરાણમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભગવાન શિવ પોતે જ જળ છે એટલે જ જળથી તેમનાં અભિષેકના રૂપમાં પૂજા કરવાથી સિદ્ધી પ્રાપ્ત થાય છે.
Sawan 2024 | Shiva-Parvati | Hindu festival | Sawan month | Sawan Mondays | Sawan 2024 dates | Sawan significance | Sawan rituals | Shiva-Parvati on Earth | Shravan month | 22 July Sawan start | 19 August Sawan end | Shravan Somvar | Lord Vishnu rest | Lord Shiva | Sawan fasting | Fruits during fasting | Mythological stories | Parvati penance | Shiva-Parvati protection | Rainy season | Samudra Manthan | Halahala poison | Neelkanth | Water offering to Shiva | Shivling worship | Shiva Purana | Gam no choro | Gujarati news | Gujarati story | gujarati short stories | gujarat news | Gujarat