સુહાસ એલ. યતિરાજે BWF પેરા બેડમિન્ટન વર્લ્ડ રેન્કિંગમાં ફ્રાંસના લુકાસ માઝુરને પાછળ છોડીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઉત્તર પ્રદેશ કેડરના આ IAS અધિકારીએ ફેબ્રુઆરીમાં ઈન્ડોનેશિયાના ફ્રેડી સેટિયાવાનને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. અર્જુન પુરસ્કાર વિજેતા સુહાસે ટ્વિટર પર પોતાની ખુશી વ્યક્ત કરી અને લખ્યું કે, “મારા જીવનમાં પ્રથમ વખત, હું બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન પેરા બેડમિન્ટન રેન્કિંગમાં મેન્સ સિંગલ્સમાં નંબર વન રેન્કિંગ મેળવ્યું છે. તમારા આશીર્વાદ અને શુભકામનાઓ માટે ખૂબ ખૂબ આભાર.”

સુહાસે ટોક્યો પેરાલિમ્પિક્સની SL-4 કેટેગરીની ટાઈટલ મેચમાં 40 વર્ષીય લુકાસ માઝુર સામે હારનો સામનો કરતા સિલ્વર મેડલ જીત્યો હતો. તેમની પાસે 60,527 પોઈન્ટ છે, જે લુકાસ માઝુરના 58,953 પોઈન્ટ કરતા વધુ છે. આ સિદ્ધિએ તેમને વિશ્વના ટોચના પેરા બેડમિન્ટન ખેલાડી તરીકે સ્થાપિત કરી દીધા છે.

સુહાસનો જન્મ કર્ણાટકના શિગોમામાં થયો હતો. તેઓ જન્મથી જ વિકલાંગ (પગની સમસ્યા) છે. છોટેપણથી જ તેમને રમતગમત પ્રત્યે વિશેષ રસ હતો અને તેમના પિતા અને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો. સુહાસના પિતા તેમને એક સામાન્ય બાળક તરીકે માનેતા અને ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ પણ પિતાની જ દેન છે.

સુહાસે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સુરતકલથી કોમ્પ્યૂટર સાયન્સમાં એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું. 2005માં પિતાના અવસાન બાદ, જે તેમના માટે એક મોટો ઝટકો હતો, તેમણે યુપીએસસીની તૈયારી શરૂ કરી અને સિવિલ સર્વિસમાં જોડાયા. પરીક્ષા પાસ કરીને આગ્રામાં પ્રથમ પોસ્ટિંગ મેળવ્યા બાદ તેઓ જૌનપુર, સોનભદ્ર, આઝમગઢ, હાથરસ, મહારાજગંજ, પ્રયાગરાજ અને ગૌતમ બુદ્ધ નગરના જિલ્લા મેજિસ્ટ્રેટ બન્યા.

સુહાસે બેડમિન્ટન શોખ માટે અને ઓફિસનો થાક ઉતારવા માટે રમવાનું શરૂ કર્યું હતું. તેઓ ધીમે ધીમે આ રમતમાં આગળ વધતા ગયા અને સ્થાનિક તથા રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ જીતતા રહ્યા. 2016માં તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાનું શરૂ કર્યું. પહેલા તેઓ ચીનમાં રમાયેલી બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ હારી ગયા હતા, પણ આજે તેઓ વિશ્વના નંબર 1 પેરા બેડમિન્ટન ખેલાડી છે.

IAS Suhas Yatiraj | no. 1 Para badminton player | Gam no choro | Gujarati news | Gujarati story | gujarati short stories | gujarat news | Gujarat