T-20 વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 27 જૂને ગયાનામાં રમાવાની છે, પરંતુ ભારે વરસાદને કારણે મેચ પૂરી રીતે રમાશે કે કેમ તે અંગે શંકા છે. ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટ મુજબ, મેચ દરમિયાન 70% વરસાદ અને 28% તોફાનની સંભાવના છે. ICC250 મિનિટનો વધારાનો સમય રાખ્યો છે, એટલે કે, વરસાદ પડશે તો વધુ 4 કલાક આપવામાં આવશે. આ પછી પણ જો હવામાન અને પિચ રમવા માટે યોગ્ય ન હોય તો મેચ રદ થઈ શકે છે. સેમિફાઈનલ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. આ સ્થિતિમાં, જો મેચ રદ થાય છે, તો ભારત, જે સુપર-8માં ગ્રૂપ-1ની ટેબલ ટોપર છે, ફાઈનલમાં પહોંચી જશે.

ભારતે સુપર-8ના ગ્રૂપ-1માં ત્રણેય મેચ જીતી છે અને 6 પોઈન્ટ સાથે ટોચ પર છે. જો મેચ રદ થશે, તો ભારતનો મુકાબલો ફાઈનલમાં અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચેની સેમિફાઈનલ-1ની વિજેતા સાથે થશે.

T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિફાઈનલ સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં સવારે 6 વાગ્યે રમાશે, અને આ માટે રિઝર્વ ડે આપવામાં આવ્યો છે. ત્રિનિદાદમાં મેચ દરમિયાન વરસાદની શક્યતા ઘણી ઓછી છે. જો આ મેચ પણ રદ થશે તો ગ્રૂપ-2 ટેબલ ટોપર સાઉથ આફ્રિકા ફાઈનલમાં પહોંચી જશે.

ગ્રૂપ સ્ટેજમાં ભારત અને ઇંગ્લેન્ડની એકએક મેચ વરસાદને કારણે રદ થઈ હતી. 4 જૂને બાર્બાડોસમાં ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચ ટૉસ વિના રદ થઈ હતી, અને 15 જૂને ફ્લોરિડામાં કેનેડા સામેની ભારતની મેચ પણ ટૉસ વિના રદ થઈ હતી.

ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપની માત્ર 5 મેચ રમાઈ છે, જેમાં સુપર-8 તબક્કાની કોઈ પણ મેચ નથી. આ સ્ટેડિયમમાં છેલ્લી મેચ 9 જૂને વેસ્ટ ઈન્ડિઝ અને યુગાન્ડા વચ્ચે રમાઈ હતી, જેમાં વેસ્ટ ઈન્ડિઝે 173 રન બનાવીને યુગાન્ડાને 39 રનમાં ઓલઆઉટ કર્યું હતું.

T20 world cup | Gam no choro | Gujarati short stories | Gujarat