માનવજીવનમાં ગ્રહો અને તારાઓનું વિશેષ મહત્ત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિ બદલાવાની સાથે વ્યક્તિના ભાગ્યમાં પરિવર્તન આવે છે. આમાં સૂર્ય અને ચંદ્રગ્રહણ પણ મહત્ત્વપૂર્ણ છે. વર્ષ 2024માં ચંદ્રગ્રહણ જેવી ખગોળીય ઘટના જોવા મળશે. આ વખતે હોળીના તહેવાર પર ગ્રહણ થવાનું છે. આ વર્ષે હોળી નિમિત્તે ચંદ્રગ્રહણની છાયાને કારણે મનમાં કોઈ અઘટિત ઘટના બનવાની ભીતિ છે. આ વર્ષે હોળીના અવસર પર 100 વર્ષ બાદ ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. વર્ષ 2024માં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ થશે.
વર્ષ 2024નું પહેલું ચંદ્રગ્રહણ 25 માર્ચે થવાનું છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સુતક કાળ પણ માન્ય રહેશે નહીં. આ દિવસે ચંદ્રગ્રહણ 04 કલાક 36 મિનિટ સુધી ચાલશે. ચંદ્રગ્રહણનો સમય સવારે 10:24 થી બપોરે 03:01 સુધીનો છે. હોળીના અવસર પર ચંદ્રગ્રહણનો અશુભ પડછાયો ભવિષ્યમાં કેટલીક રાશિઓ માટે મુશ્કેલીઓ વધારશે તેવું માનવામાં આવે છે. 2024માં થનાર ચંદ્રગ્રહણની તમામ 12 રાશિઓ પર શું અસર પડશે…
હોળીના દિવસે અશુભ સંયોગોઃ-
આ વખતે ગ્રહણની સાથે હોળી પર અનેક અશુભ સંયોગો રચાઈ રહ્યા છે. મીન રાશિમાં સૂર્ય અને રાહુના અશુભ સંયોગને કારણે ગ્રહણયોગ બની રહ્યો છે. બીજી તરફ, હોળીની બરાબર પહેલા, શનિ ઉદય થવાની સાથે જ તેની તીવ્ર અવસ્થામાં આવી ગયો છે. કુંભ રાશિમાં શનિ અને મંગળનો ખતરનાક સંયોગ પણ છે. આ બધા અશુભ યોગોની વચ્ચે કેટલીક રાશિઓ માટે હોળીથી ખરાબ દિવસો આવવાના છે.
આ દેશોમાં દેખાશે ચંદ્રગ્રહણ
આ ચંદ્રગ્રહણ અમેરિકા, જાપાન, રશિયાના કેટલાક ભાગો, આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ, સ્પેન, પોર્ટુગલ, ઈટાલી, જર્મની, ફ્રાન્સ, હોલેન્ડ, બેલ્જિયમ, દક્ષિણ નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડમાં દેખાશે. ચંદ્રગ્રહણ હંમેશા રાત્રીના સમયે થતું હોવાથી જ્યારે ચંદ્રગ્રહણ આ દેશો ઉપર લાગશે ત્યારે ભારતમાં દિવસનો સમય હશે એટલે એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકાના દેશોમાં આ ગ્રહણ નહીં જોઈ શકાય.