રાજ્યમાં લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વલસાડ, નવસારી, તાપી, ડાંગ, છોટાઉદેપુર, દાહોદ, દાદરા નગર હવેલી, સુરતમાં હળવો વરસાદ પડી શકે છે. ત્યાર બાદ 8-9 જૂને રાજ્યમાં વરસાદ પડશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 તારીખ એ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદની સંભાવના છે. જ્યારે હવામાન વિભાગે પંચમહાલ, દાહોદ, દાહોદ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં 9 તારીખે સામાન્ય વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહ્યું હતું. ગાંધીનગરમાં તાપમાન 41.5 ડિગ્રી રહ્યું હતું. રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી નોંધાયું હતું.

Rain Farming Images – Browse 178,268 Stock Photos, Vectors, and Video |  Adobe Stock

દક્ષિણપશ્ચિમ ચોમાસું ગુરુવારે નિર્ધારિત સમય કરતાં પહેલાં કેરળ અને ઉત્તરપૂર્વ વિસ્તારમાં પહોંચ્યું હતું. કેરળ અને ઉત્તરપૂર્વમાં ચોમાસું 2017, 1997, 1995 અને 1991માં ચાર વખત એકસાથે આવ્યું.

હવામાન વિભાગે પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 3 થી 6 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં ગરમીના મોજાની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે.

IMDએ જણાવ્યું કે સોમવારે (3 જૂન) પંજાબ, હરિયાણા, દિલ્હી, જમ્મુ વિભાગ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશાના વિવિધ ભાગોમાં ગરમીનું મોજું પ્રવર્તે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે કહ્યું કે ગુરુવારે (06 જૂન, 2024) ઝારખંડના કેટલાક ભાગોમાં ગરમીની લહેર આવવાની સંભાવના છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે (2 જૂન) જણાવ્યું હતું કે દક્ષિણપશ્ચિમ ચોમાસાએ હવે મધ્ય અરબી સમુદ્ર, લક્ષદ્વીપ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, રાયલસીમા અને આંધ્રપ્રદેશના ભાગોને આવરી લીધા છે. હવામાન વિભાગે કહ્યું કે ચોમાસું 2024 દક્ષિણ-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં પણ આવી ગયું છે. IMD અનુસાર, ચોમાસું આગામી 2-3 દિવસમાં મધ્ય અરબી સમુદ્ર, કર્ણાટક, રાયલસીમા, તટીય આંધ્રપ્રદેશ અને બંગાળની ખાડીના ભાગોમાં આગળ વધવાની સંભાવના છે.