કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આત્મહત્યાના અભ્યાસ પાછળ આ પણ એક કારણ છે.
દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના મુદ્દે કેન્દ્ર સરકારે સંસદમાં જવાબ આપ્યો છે. નોંધનીય છે કે IIT, NIT અને IIMમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધી રહેલા મામલા પર કોંગ્રેસે કેન્દ્ર પર સવાલ ઉઠાવ્યા હતા. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આત્મહત્યા પાછળ અભ્યાસનો તણાવ પણ એક કારણ છે. વધુ વાંચો.
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ એલ હનુમંતૈયાએ આઈઆઈટી, એનઆઈટી અને આઈઆઈએમ સહિતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓ પર કેન્દ્રને સવાલ કર્યા હતા. જેના વળતાં જવાબમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી સુભાષ સરકારે છેલ્લા 5 વર્ષમાં વિદ્યાર્થીઓની કરલ આત્મહત્યાના ચોકાવનારા આંકડા રજૂ કર્યા હતા. વધુ વાંચો.

કેન્દ્ર સરકારે શું કહ્યું?
થોડા સમય પેહલા જ સંસદમાં આપવામાં આવેલી મોટી માહિતી અનુસાર, વર્ષ 2023માં અત્યાર સુધીમાં IIT અને NITના વિદ્યાર્થીઓની આત્મહત્યાના છ જેટલા કેસો નોંધાયા છે. 2022 ની વાત કરીએતો 16, 2021 ની વાત કરીએતો 7, 2020 ની વાત કરીએતો 5, 2019 ની વાત કરીએતો 16 અને 2018 ની વાત કરીએતો 11 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી અને જીવન ટુકાવ્યું હતું . વધુ વાંચો.
તાજેતરમાં અમદાવાદના એક વિદ્યાર્થીએ IIT મુંબઈમાં આત્મહત્યા કરી હતી
સરકારે આ માહિતી એવા સમયે આપી છે જ્યારે થોડા દિવસો પહેલા IIT મુંબઈમાં 18 વર્ષીય દલિત વિદ્યાર્થીની આત્મહત્યાનો મામલો ચર્ચામાં હતો. વિદ્યાર્થીએ સંસ્થાની હોસ્ટેલના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. અમદાવાદમાં રેહનારો આ એક વિદ્યાર્થી જે B.Tech કોર્સમાં પણ પ્રવેશ મેળવ્યો હતો. વિદ્યાર્થીના પરિવારજનોનો આરોપ છે કે સંસ્થામાં તેની સાથે જાતિય ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. જોકે, સંગઠને આ આરોપોને નકારી કાઢ્યા હતા.વધુ વાંચો.
તણાવ ઘટાડવાની રીતો
મંત્રીએ સંસદને માહિતી આપી હતી કે શૈક્ષણિક તણાવ ઘટાડવા માટે સંસ્થાઓ દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે. તેમાં પ્રાદેશિક ભાષાઓના અભ્યાસક્રમોનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) એ 12 પ્રાદેશિક ભાષાઓમાં ટેકનિકલ કોર્સના પુસ્તકોનો અનુવાદ શરૂ કર્યો છે. v
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.