રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2024 ની સુપર 8 આવૃત્તિમાં તેમની જીતનો દોર ચાલુ રાખ્યો હતો. ગુરુવારે બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાનને 47 રને આરામથી હરાવ્યું હતું.
બાર્બાડોસમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઇન્ડિયાએ તેમની પ્રથમ વિકેટ કેપ્ટન રોહિત શર્માના રૂપમાં ફઝલહક ફારૂકી સામે ગુમાવી હતી.
પવરપ્લે માં ટીમ ઇન્ડિયાએ 47 બનાવ્યા હતા અને સાથે 1 વિકેટ પણ ગુમાવી હતી. ત્યારબાદ રિષભ પંત, વિરાટ કોહલી અને શિવમ ડૂબે એ એક પછી એક આઉટ થયા હતા. જો કે, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા વચ્ચેની ક્વિકફાયર 60 રનની ભાગીદારીએ સન્માનજનક સ્કોર નોંધ્યો હતો. જેમાં સૂર્યકુમાર યાદવ ની 50 રન ની અમૂલ્ય પારી નો પણ સમાવેશ છે.
જવાબમાં, અફઘાનિસ્તાનને મેચની બીજી ઓવરમાં આંચકો લાગ્યો જ્યારે ઝડપી બોલર જસપ્રિત બુમરાહે હઝરતુલ્લા ઝાઝાઈને 2 રને પેવેલિયનમાં પાછો મોકલ્યો. 4 થી ઓવરમાં રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાનની ઝડપી વિકેટે અફઘાનિસ્તાન માટે સ્થિતિ વધુ ખરાબ કરી દીધી હતી.
ત્યાંથી અઝમતુલ્લા ઓમરઝાઈ અને ગુલબદ્દીન નાયબ વચ્ચે 43 રનની ભાગીદારીએ અફઘાનિસ્તાનને થોડા સમય રાહતની શ્વાસ આપી હતી. 12મી ઓવરમાં ઓમરઝાઈના પરાજય પછી, અને તેઓ આખરે 134 રનમાં આઉટ થઈ ગયા હતા. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે મેચની છેલ્લી બોલ સાથે મેચની અંતિમ વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહ ની અમૂલ્ય બોલિંગ એ અફઘાનિસ્તાનને માત્ર 4 ઓવર માં 7 રન આપી 1 મિડેન ઓવેર સાથે 3 વિકેટ ઝડપી હતી. અને ટીમ ઇન્ડિયા 47 રને મેચ જીત્યો હતો.
#IndiaVsAfghanistan
gam no choro | Gujarati news | Divya Bhaskar | Gujarat smachar | Jamaat | Jaslsa karo jentilal | jalso | Gujarati story | Gujarati jokes | Gujarat ni history | gujarati varta | gujarati funny jokes | gujarati inspirational story | gujarati love stories | gujarati moral stories | gujarati short stories | gujarati varta story | jokes gujarati funny | love story gujrati | Gujarati news | Gujarat
| BAPS Hindu Mandir, Abu Dhabi | gujarat news | sarangpur hanuman | Gujarati cinema | Film | mumbai samachar | dwarka | stay in us | stay in uk