રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ અનેક જગ્યાએ ફાયર સેફ્ટીના મુદ્દાને લઈને લોકોમાં જાગૃતિ આવી રહી છે. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ સેશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં જે લોકો ફાયર સેફટીના સાધનો ધરાવતા નથી અથવા તો ફાયર સેફ્ટીના સાધનોના ઉપયોગનું પૂરતું જ્ઞાન ધરાવતા નથી. તેમને આ વિશે સમજાવવામાં આવી રહ્યા છે. જેમની પાસે ફાયર સેફ્ટીનું એનઓસી અથવા તો ફાયર સેફ્ટીના સાધનો જ હોતા નથી તો તેમને તે વસાવી લેવા માટે સલાહ આપવામાં આવે છે.

જુનાગઢ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર દિપક જાનીએ જણાવ્યું કે, જૂનાગઢમાં પહેલા અનેક લોકો ફાયર સેફ્ટીના સાધનો ધરાવતા નહોતા. જો સાધનો હતા તો તેનો ઉપયોગ કંઈ રીતે કરવો તેનો ઘણા લોકોને ખ્યાલ નહતો. તેથી અમારા દ્વારા અલગ અલગ પ્રકારે સેશનનું આયોજન કરવામાં આવે છે. જેમાં લોકોને મોકડ્રીલ દ્વારા સમજાવવામાં આવે છે. આગ લાગવાના સંજોગોમાં કઈ રીતે કામ લેવું આ દરેક સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો? સેફ્ટીના દરેક સાધનો કઈ રીતે કામ કરે છે ? જ્યાં સુધી ફાયર સેફટી ઓફિસર સ્થળ સુધી પહોંચતા નથી, તો તે સમય દરમિયાન આગને રોકવા માટે કેવા પ્રયત્નો કરી શકાય, એ અંગે દરેક લોકોને માહિતી આપવામાં આવે છે.

શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૩૩ જેટલા ફાયર સેફ્ટી વગરના એકમોને જુનાગઢ ફાયર શાખા દ્વારા સીલ કરવામાં આવ્યા છે. આ બાબતે ગંભીરતા દાખવી અને દરેક એકમો ફાયર સેફટીના સાધનો વસાવે અને તેની તુરંત જ એનઓસી મેળવે તે પ્રકારે સલાહ આપવામાં આવી છે. હાલમાં ટ્યુશન ક્લાસીસ , મોટા મોલ , સ્કૂલ , સહિતની અનેક જગ્યા કે જ્યાં લોકોની અવરજવર વધારે છે તેવા દરેક એકમોને ફાયર એનઓસી ન હોય અથવા તો બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ એટલે કે બી યુ સર્ટિફિકેટ ન હોય તો તેને સીલ કરવામાં આવી રહ્યા છે.

Gam no choro | Gujarati news | Divya Bhaskar | Gujarat smachar | Gujarati news | Gujarati story | gujarati short stories | gujarat news | Gujarat