તારક મહેતા કે ઉલ્ટા ચશ્માં ઘરમાં ઘરમાં ચાલતો લોકપ્રિય ટી.વી. શો છે. જે છેલ્લા 15 વર્ષથી ચાલી રહ્યો છે લોકો તે શો ના તમામ પાત્રોને ખૂબ પસંદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે તે શોમાં એકટિંગ કરનાર તમામ પાત્રો કેટલા રૂપિયા તે શોમાંથી કમાય છે ? તો ચાલો આપણે આજે જાણીએ કે આપણા ગોકુલધામ સોસાયટીના લોકો કેટલા રૂપિયા આ શોમાંથી કમાય છે.

ટપ્પૂ સેના શરૂઆતથી આ શોમાં છે. તેમાંથી દરેક પ્રતિ એપિસોડ 10,000-15,000 રૂપિયા લે છે. શ્યામ પાઠક પોપટલાલના નામથી જાણીતા શ્યામ પાઠક પોતાના પાત્ર માટે પ્રતિ એપિસોડ લગભગ 60,000 રૂપિયા લે છે. તે શોમાં એક પત્રકારની ભૂમિકા ભજવે છે. તનુજ મહાશબ્દે તારક મેહતામાં જે પાત્ર ભજવે છે તેના માટે પ્રતિ એપિસોડ 65000 રૂપિયા લે છે. તે 2008માં શોની શરૂઆતથી તેમાં કામ કરે છે.

Taarak Mehta Ka Ooltah Chashmah Wallpapers - Wallpaper Cave

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં મંદાર ચંદવાદકરે આત્મારામ ભિડેનું પાત્ર ભજવ્યું છે. કહેવામાં આવ્યું કે તે પ્રતિ એપિસોડ 80 હજાર રૂપિયા જેટલી ફી લે છે. સોનાલિકા જોષી તારક મેહતામાં ભિડેની પત્ની માધવીનું પાત્ર ભજવે છે. જે ગોકુલધામ સોસાયટીમાં પોતાના આચાર અને પાપડના બિઝનેસ માટે જાણીતી છે. કહેવામાં આવે છે કે તે પ્રતિ એપિસોડ 35 હજાર રૂપિયા લે છે. TMKOC માં બાપુજી કે ચંપકલાલના રોલ માટે જાણીતા અમિત ભટ્ટ કથિત રીતે દરેક એપિસોડ માટે લગભગ 70,000 રૂપિયા લે છે. મુનમુન દત્તાને TMKOC માં બબીતાના નામથી ઓળખવામાં આવે છે. તે આ શોમાં પ્રતિ એપિસોડ 50,000 રૂપિયા ચાર્જ કરે છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલના રોલ માટે જાણીતા દિલીપ જોષી આ સીરિયલનો ચહેરો છે. તેમણે ખુબ લોકપ્રિયતા મેળવી છે. આજે જેઠાલાલ દરેક ઘરમાં જાણીતા બની ગયા છે. તે પ્રતિ એપિસોડ લગભગ 1.5-2 લાખ રૂપિયા ફી લે છે.

આ એક રિપોર્ટ અનુસારની માહિતી છે કે TMKOCના એકટરો પ્રતિ એપિસોડ કેટલું ચાર્જ લે છે આ સિવાય પણ આ એક્ટરો ઘણા અન્ય માર્ગ દ્વારા પૈસા કમાવતા હોય છે જેમકે જાહેરાતો બનાવી, પોતાના સોશ્યિલ મીડિયા પેજ દ્વારા વગેરે…