કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત પ્રચારની રાહ પર નીકળ્યા છે. ઘણા રાજ્યોમાં પ્રચાર કર્યા બાદ તેઓ તેમના મતવિસ્તાર ગાંધીનગરમાં પહોચીયા હતા. જ્યાં તેમણે જોરદાર રોડ શો કર્યા હતો. આ દરમિયાન તેઓ પ્રથમ વખત ક્ષત્રિય સમાજ વિરોધના વિષય પર બોલ્યા હતા.
વાલ્મિકી સમાજના એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ ભાષણ આપ્યું હતું, જેમાં તેમના ભાષણમાં તે ક્ષત્રિય સમાજ વિશે અયોગ્ય વાતો બોલ્યા જેના કારણે ક્ષત્રિય સમાજના લોકો ગુરૂસે ભરાયા, તેમના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં મહિલાઓ આગળ આવી હતી. મહિલાઓએ કહ્યું કે કેન્દ્રીય મંત્રીએ તેમની અખંડિતતા પર પ્રહારો કર્યા છે. મામલો વધતો જોઈ પરષોત્તમ રૂપાલાએ માફી માંગી હતી. તેણે કહ્યું, ‘મેં જે કહ્યું તે મારો અર્થ નહોતો. હું અત્યંત દિલગીર છું.
પરષોત્તમ રૂપાલાને તેની ભૂલ સમજાઈ અને માફી માંગી હોવા છતાં પણ ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. જે વિષય પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ કહ્યું કે :- ”પરષોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી છે” જેથી નારાજગી દૂર કરવી જોઈએ.
તે જ સમયે, કેન્દ્રીય ગૃહમંત્રીએ તેમના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરમાં રોડ શો કર્યો હતો, જેમાં ભારે ભીડ ઉમટી હતી. તે દરમિયાન અમિત શાહએ કહ્યું:- જનતા જીત નક્કી કરે છે, પરંતુ ઉત્સાહ જોઈને હું કહી શકું છું કે અમે છેલ્લી ચૂંટણી કરતાં વધુ સારું પ્રદર્શન કરવાના છીએ. સમગ્ર દેશમાં મૂડ 400ની ઉપર છે.