જ્યારથી લોકોને જાણ થઇ કે IPL 2024માં લોકપ્રિય ટીમ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માના બદલે હાર્દિક પંડ્યા રહશે, ત્યારથી ટીમ MIના ફેન્સમાં થોડી નારાજગી જોવા મળી રહી હતી, ત્યારબાદ મેચ દરમિયાન ટીમ મુંબઈ ઇન્ડિયન્સનું ખરાબ પર્ફોર્મન્સ અને હાર્દિક પંડ્યાનો અયોગ્ય વ્યવહાર જોઈ લોકો તેમને સોશલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવા લાગ્યા…
મેચ દરમિયાન હાર્દિક પંડ્યાનો વ્યવહાર ફેન્સને જરા પણ યોગ્ય ન લાગ્યો, તે મેચ પ્રત્યે બેદરકાર હોય તેવું ફેન્સને જણાયું, પોતાની ટીમની હાર થવાથી જે ગંભીરતા રોહિત, ધોની, દ્રવિડ અને ગાંગુલી જેવા કેપ્ટનોમાં જોવા મળે તે હાર્દિક પંડ્યાના ચહેરા પર કંઈ ન દેખાઈ, એવું લાગે છે કે તેમના માટે આ માત્ર એક ક્રિકેટ મેચ છે જેમાં કોઈ જીતશે કે હારશે શા માટે મેચ જીતવી જોઈએ તેવો સંકલ્પ તેનામાં દેખાતો નથી. મેચ પૂરી થયા પછી પણ તેમના ચહેરા પર ઉદાસીનો કોઈ ભાવ નહોતો.
શું એક જ ટીમના બે ભાગલા થઇ ચુક્યા છે ?
સોશિયલ મીડિયા પર અને કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હાલમાં બે જૂથોમાં વહેંચાયેલી છે. એકમાં રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને તિલક વર્મા છે, જ્યારે બીજામાં હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન છે. જો કે આ પ્રકારના સમાચાર પહેલા પણ આવતા હતા પરંતુ સતત બે વખત હાર થવા બાદ તેનું મહત્વ વધી ગયું છે.
શું છે ટીમના ભાગલાની સચ્ચાઈ ?
જો કે આ અંગે રોહિત શર્માથી લઈને હાર્દિક પંડ્યા તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી. ઉપરાંત, જ્યારે આ ખેલાડીઓ મેદાનમાં પ્રવેશે છે, ત્યારે તેઓ એકબીજા સાથે સંપૂર્ણ સહકાર સાથે મેચ રમે છે. હવે રમતગમતમાં હંમેશા જીત અને હાર થાય છે, એક ટીમ જીતે છે અને બીજી હારે છે. પરંતુ ચાહકોએ રોહિત શર્માની કેપ્ટનશીપ ગુમાવવી અને નવા કેપ્ટન તરીકે હાર્દિકને પસંદ નથી કરી રહ્યાં તેથી આવી અફવાઓ અને નફરત ફેલાઈ રહી છે. તેને સમયસર અટકાવવી અતિઆવશ્યક છે.