ભારતની સભાચૂંટણી આ મહિનાની 19 તારીખથી મતદાન શરૂ થશે. આવી સ્થિતિમાં ભાજપ માત્ર દેશમાં જ પ્રચાર કરી રહ્યું નથી પરંતુ તેના સમર્થકોએ વિદેશોમાં પણ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. અમેરિકાના બે મોટા શહેરોમાં રહેતા ભાજપના સમર્થકોએ કાર રેલી કાઢી હતી, જેમાં ‘અબકી બાર 400 પાર’ અને ‘હમ હૈ મોદી કા પરિવાર’ જેવા નારા લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન સમર્થકો એ ભાજપના ઝંડા પણ અમેરિકામાં લહેરવ્યા હતા.

અમેરિકા : એના વિરાટ મકાનોની કમાન જેવું મુઠ્ઠી ઉંચેરુ સુપરપાવર, સતરંગી સંસ્કૃતિઓનો ફ્રીડમસંગમ! | Ravi-Purti-23-February-2020-Jay-Vasavada-Spectrometer

ભાજપના વિદેશી સમર્થકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં રવિવારે (31 માર્ચ) અમેરિકાના એટલાન્ટામાં કાર રેલી કાઢી હતી. જેમાં 150 જેટલા વાહનોએ ભાગ લીધો હતો. કાર પર ભારતીય ત્રિરંગો અને ભાજપના ઝંડા જોવા મળ્યા હતા. ભાજપના સમર્થકોએ ‘અબકી બાર 400 પાર’ અને ‘હમ હૈ મોદી કે પરિવાર ‘ એવા પ્લૅકાર્ડ લઈને પીએમને પોતાનું સમર્થન દર્શાવ્યું હતું. આ તમામ લોકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. કેટલાક લોકોએ ભાજપના નારા લગાવેલા ટી-શર્ટ પણ પહેર્યા હતા.

એટલાન્ટા ઉપરાંત મેરીલેન્ડ રાજ્યમાં પણ પીએમ મોદી અને ભાજપના સમર્થકોએ કાર રેલીનું આયોજન કર્યું હતું. શીખ-અમેરિકનોએ અહીં યોજાયેલી કાર રેલીનું નેતૃત્વ કર્યું હતું. રવિવારે, ભાજપના ચૂંટણી પ્રચારના ભાગરૂપે, શીખ-અમેરિકન લોકોએ કાર રેલી કાઢી અને સૂત્રોચ્ચાર કર્યા. લોકોએ પોતાના વાહનો પર અમેરિકા અને બીજેપીના ઝંડા લગાવ્યા હતા. તેઓએ ગાડીઓ પર પ્લેકાર્ડ લગાવ્યા હતા જેમાં લખ્યું હતું, ‘ત્રીજી વખત મોદી સરકાર’.