જૂનાગઢમાં સ્થિત ગિરનાર પર્વતની મુલાકાત લેવા આડે દિવસે પણ માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે પરંતુ એ લોકો માટે ખૂબ અગત્યની ખબર છે થોડા દિવસ માટે ગિરનાર રોપ-વે બંધ રહેવાનું છે.
ગિરનાર રોપવે 11 થી 20 જૂન સુધી બંધ રહેશે. મેનેજમેન્ટ કંપની ઉષા બ્રાકો દ્વારા જાળવણીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વે સેવાઓ 21 જૂનથી સામાન્ય રીતે ફરી શરૂ થશે.
ગિરનાર રોપવે લંબાઈ અને ઊંચાઈની દૃષ્ટિએ એશિયાનો સૌથી લાંબો રોપવે છે. સલામતીના દૃષ્ટિકોણથી, રોપ-વેની જાળવણીનું કામ પણ સમયાંતરે સતત કરવામાં આવે છે. ગિરનાર રોપવે 11 થી 20 જૂન સુધી બંધ રહેશે. જેમાં રોપ-વેના નિર્માણ સાથે સંકળાયેલા એન્જિનિયરો મેઇન્ટેનન્સની કામગીરીમાં જોડાશે. તમામ પ્રકારના સુરક્ષા સાધનો પણ 10 દિવસ સુધી જાળવવામાં આવશે. 21 જૂનથી રોપવે સેવાઓ સામાન્ય રીતે ફરી શરૂ થશે.
ગિરનાર રોપ-વેમાં ઓપરેશન મેનેજર તરીકે કામ કરતા કુલબીર સિંહ બેદીએ મેઈન્ટેનન્સ અંગે મહત્વની માહિતી આપી છે. જેમાં સમયાંતરે રોપ-વેનું સતત નિરીક્ષણ, લોઅર સ્ટેશનથી રોપ-વેના ઉપરના સ્ટેશન સુધીના તમામ સ્થળોની જાળવણી વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુસાફરોને બેસવા માટેની ટ્રોલીઓથી લઈને રોપવેના કેબલ અને તમામ એન્જિનિયરિંગ કૌશલ્યોનું પણ નજીકથી નિરીક્ષણ કરવામાં આવે છે. આ સમગ્ર જાળવણી પ્રક્રિયામાં 8 થી 10 દિવસનો સમય લાગે છે. રોપવે સાથે સંકળાયેલા તમામ ઇજનેરો દ્વારા રોપવે મુસાફરી માટે યોગ્ય હોવાનું પ્રમાણિત કર્યા પછી, તે પ્રવાસીઓ માટે ફરીથી ખોલવામાં આવે છે.