આજે દરેક લોકો પોતાના ફ્રી સમયમાં અથવા ભણતા-ભણતા પણ ઓનલાઇન પૈસા કમાવવાનું શોધી રહ્યા હોય છે તો ચાલો જાણીએ કે તને કેવી રીતે પોતાના સમયનો ઉપયોગ કરી ઓનલાઇન પૈસા કમાવી શકો છો.
1. ફ્રીલાન્સિંગ વર્ક (Freelancing Work):
તમારી કોઈ ખાસ હુનર છે જેમ કે, લખવાનું, ડિઝાઇનિંગ, વેબ ડેવલોપમેન્ટ જેવા અનેક કામો ઓનલાઇન કરીને તમે ઘર બેઠા પૈસા કમાવી શકો છો. તમારે પોતાના લાયક ઓનલાઇન કામ શોધવું છે તો તમારા માટે આ 2 વેબસાઈટ્સ ખૂબ ઉપયોગી સાબિત થશે 1. https://www.upwork.com/ અને 2. https://www.fiverr.com/ આ વેબસાઈટ પર તમે ઓનલાઇન કામ શોધી શકો છો તમે ત્યાં તમારી પ્રોફાઈલ બનાવીને તમારી કુશળતા દર્શાવો અને પ્રોજેક્ટ્સ માટે અરજી કરો તમને ધીમે-ધીમે કામ મળવાનું જરૂર શરૂ થઇ જશે.
2. બ્લોગિંગ (Blogging):
આજે દરરોજ કરોડો લોકો ગૂગલનો ઉપયોગ કરે છે. જો તમે કોઈ વિષય પર સારી જાણકારી રાખો છો અને લખવાનો શોખ છે, તો બ્લોગિંગ તમારા માટે શ્રેષ્ઠ હોઈ શકે છે. એક બ્લોગ બનાવો, તેના પર નિયમિત રીતે સારી જાણકારી વાળા લેખ લખો. વાંચકોની સંખ્યા વધવા પર તમે જાહેરાત લગાવીને અથવા એફિલિએટ માર્કેટિંગ કરીને કમાણી કરી શકો છો.
ડ્રોપશિપિંગ (DropShiping)
ડ્રોપશિપિંગ એ ઓનલાઇન પૈસા કમાવવાની ખૂબ પ્રચલિત રીત છે. જ્યાં તમે સ્ટોક રાખ્યા વગર પ્રોડક્ટનું વેચાણ કરો છો. તેની માટે ઓનલાઇન વેચાતું પ્રોડક્ટ પર તેની કિંમત પર પોતાનો નફો લગાડીને ગ્રાહકો સુધી પહોંચાડી તેને વેચી શકો છો તે ઓર્ડર સીધો સપ્લાયરને આપવામાં આવે છે સપ્લાયર ડાયરેક્ટ ગ્રાહકને પ્રોડક્ટ ડિલીવરી કરે છે. સફળ ડ્રોપશિપિંગ માટે સારા પ્રોડક્ટ રિસર્ચ, યુઝર ફ્રેન્ડલી ઓનલાઈન સ્ટોર, અસરકારક માર્કેટિંગ અને સારા સપ્લાયર જરૂરી છે.
4. ઓનલાઈન ટ્યુશન (Online Tuition):
જો તમારી પાસે કોઈ કલા, કૌશલ્ય છે કોઈ વિષયમાં તમે પારંગત છો તો તમે ઓનલાઈન ટ્યુશન આપીને કમાઈ કરી શકો છો અથવા પોતાનો ઓનલાઇન પેઈડ કોર્ષ પણ લોન્ચ કરી શકો છો.
5. સોશિયલ મીડિયા (Social Media):
આજના સમયમાં સોશિયલ મીડિયાનું બોલબાલા છે. જો તમે સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારનું કન્ટેન્ટ મુકો છો અને લોકોને તે પસંદ આવે તો તમારા ફોલોવર્સની સંખ્યા વધી શકે છે ત્યાર બાદ સ્પોન્સરશિપ દ્વારા તમે કમાણી કરી શકો છો.