આજના સમયમાં સ્માર્ટફોન લોકોના જીવનનો એક ભાગ બની ગયો છે જે હંમેશા તેમની સાથે જ રહે છે તેમજ તેના દ્વારા લોકો પોતાના અનેક કાર્યો સરળતાથી કરી શકે છે છેલ્લા વર્ષોમાં સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો વિકાસ થતા લોકો એવું જીવન જીવવા લાગ્યા છે કે જેની 10વર્ષ પહેલા કોઈ કલ્પના પણ ન કરી શકતું ફોન એટલો જરૂરી બની ગયો છે કે તે હંમેશા લોકોની સાથે હોવો જરૂરી છે પરંતુ જેના કારણે લોકો સ્માર્ટફોનનો બિનજરૂરી ઉપયોગ કરતા વધ્યા છે લોકો સ્માર્ટફોન એડીકડેડ થયા છે. આ આદત લોકોના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર પહોંચાડે છે.

Digital Addiction Royalty-Free Images, Stock Photos & Pictures |  Shutterstock

તો આજે આપણે આ સ્માર્ટફોનની ગુલામીમાંથી મુક્ત થવાના 5 ઉપાયો જાણીએ

1.
તમારા ફોનના સેટિંગમાં જઈને જુઓ કે તમે એક દિવસના કેટલા કલાક ફોનનો વપરાશ કરો છો અને ત્યારબાદ તમે પોતાની જરૂરિયાત અનુસાર સમય નક્કી કરો કે હું માત્ર દિવસનો આટલો સમય જ ફોન જોઇશ અને વારંવાર પોતાનો સ્ક્રીન ટાઈમ ચેક કરતા રહો

2.
તમારા ફોનમાં એવા બિનજરૂરી એપ્સ પણ હશે જે તમારો સમય વેડફવામાં મોટો ભાગ ભજવતા હોય છે જેથી બને તેટલા બિનજરૂરી એપ્સને હંમેશા માટે ડીલીટ મારી દો

3.
ઘરની બહાર નીકળો ત્યારે લોકો અને મિત્રો સાથે વાતો કરવાની આદત પાડો બને તેટલો ફોનનો બિનજરૂરી ઉપયોગ કરવાનો ટાળો. જો તમે આમ કરશો તો ફોનમાં ઘુસવાયેલા અન્ય લોકો પણ તમારી સાથે વાત કરવા લાગશે અને જેથી આપોઆપ જ ફોનમાં બિનજરૂરી પ્રવુતિઓ કરવાનો રસ ઓછો થતો જશે.

4.
પોતાના જીવનમાં નવી આનંદમય પ્રવુતિઓ સામેલ કરો જેમકે વ્યાયામ કરવા, પુસ્તકો વાંચવી, બહાર ફરવા જવું વગેરે તમારી અન્ય મનપસંદ ક્રિયાઓને વધુ સમય આપો.

5.
વારંવાર સોશ્યિલ મીડિયા પર લોકોના સ્ટોરી, સ્ટેટ્સ ચેક કરવાની આદત જ મુશ્કેલી પેદા કરતી હોય છે. લોકોના વાસ્તવિક જીવન અને સોશ્યિલ મીડિયામાં બતાવવામાં આવતા જીવનમાં ઘણો અંતર હોય છે જે વાતને યોગ્ય રીતે સમજીને સોશ્યિલ મીડિયાનો વપરાશ બને તેટલો મર્યાદિત કરવો.

જો આપણે સ્માર્ટફોનનો મર્યાદિત ઉપયોગ કરીશું તો જ તે આપણા માટે ફાયદાકારક સાબિત થશે અને આપણે તેનાથી વાસ્તવિક જીવનનો પણ વધુ આનંદ માણી શકશું.