મશહૂર પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાના ઘરે ફરી ગુંજી ઉઠી કિલકારી, પંજાબી ગીતોના લોકપ્રિય સિંગર પોતાના પરિવારના એકમાત્ર સંતાન હતા. તા. 29 મે, 2022ના રોજ પંજાબમાં સિદ્ધુ મુસેવાલાની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી અને આજે લગભગ 2 વર્ષ બાદ તેમની માતાએ બઠીંડા હોસ્પિટલમાં 17 માર્ચે, 2024ના રોજ પુત્રને જન્મ આપ્યો. સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહે પોતે સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કરી આ માહિતી જાહેર કરી.
સિદ્ધુ મુસેવાલાના પિતાએ તસ્વીર જાહેર કરી જેમાં તે પોતાના બાળકને ખોળામાં લઈને બેઠા છે તેમજ તેમની સાથે સિદ્ધુ મુસેવાલાની તસ્વીર પણ રાખેલ છે જેમાં લખ્યું છે ” Legends Never Die ” તેમજ આ તસ્વીર જાહેર કરવાની સાથે સિદ્ધુ મુસેવાલાના પિતા કહે છે કે ”શુભદીપને પ્રેમ કરનારા લાખો-કરોડો લોકોના આશીર્વાદથી ભગવાને શુભના નાના ભાઈને અમારા ખોળામાં આપ્યો છે. ભગવાનના આશીર્વાદથી, પરિવાર તંદુરસ્ત છે અને તમામ ચાહકોના અપાર પ્રેમ માટે આભારી છું”
આ સમાચાર આવતા જ લોકો એ પણ વિચારી રહ્યા છે કે 58 વર્ષની ઉંમરે સિદ્ધુ મુસેવાલાની માતા ગર્ભધારણ કેવી રીતે કરી શકે રિપોર્ટ્સ અનુસાર સિદ્ધુ મુસેવાલાની માતાએ IVFની મદદથી ગર્ભ ધારણ કર્યો હતો. હેલ્થ એક્સપર્ટના મતે 40 વર્ષ પછી મહિલાઓ સરળતાથી ગર્ભ ધારણ કરી શકતી નથી. આવી મહિલાઓને ગર્ભ ધારણ કરવા માટે IVF ટેક્નોલોજી વરદાનરૂપી સાબિત થાય છે.