તારીખ 19 એપ્રિલ 2024ના રોજ ભારતીય લોકસભા ચૂંટણી પંચ દ્વારા આગામી ચૂંટણી વિશે જરૂરી માહિતી જાહેર કરાય જેમાં CEC રાજીવ કુમારના દ્વારા જણાવવામાં આવ્યું કે 12 લાખથી વધુ મતદાન મથકો પર આગામી ચૂંટણીમાં 96.8 કરોડ જેટલા લોકો મતદાન કરશે. લોકસભા ચૂંટણી 2024 તારીખ 19 એપ્રિલથી શરૂ થશે તેમજ કુલ સાત તબક્કામાં મતદાન થશે

સંપૂર્ણ મતદાન શેડ્યૂલ આ પ્રમાણે રહેશે

  • તબક્કો 1- એપ્રિલ 19, 2024
  • તબક્કો 2- 26 એપ્રિલ 2024
  • તબક્કો 3-7 મે 2024
  • તબક્કો 4 – 13 મે 2024
  • તબક્કો 5 – 20 મે 2024
  • તબક્કો 6 – 25 મે 2024
  • તબક્કો 7 – 1 જૂન 2024

સંપૂર્ણ મતદાન થઇ ગયા બાદ 4 જૂને મતગણતરી શરૂ કરવામાં આવશે

ગુજરાત રાજ્યમાં ક્યાં તબક્કમાં થશે મતદાન ?

આગામી લોકસભા ચૂંટણી ગુજરાત રાજ્યની તમામ સીટોનું મતદાન એક જ તબક્કામાં કરવામાં આવશે. ગુજરાતની તમામ સીટોનું મતદાન 3 તબક્કામાં એટલે તા. 7 મેંના રોજ થશે તેમજ 4 જૂનના રોજ મતદાન ગણતરી કરવામાં આવશે તેમજ તે જ દિવસે જાહેર થશે કે આગામી પાંચ વર્ષ સુધી દેશ પર કઈ પાર્ટી શાસન કરશે.