વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને ભૂતાન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી બે દિવસની મુલાકાતે ભૂતાન પહોંચ્યા હતા. ભૂતાનમાં પહોંચતા જ મોદીનુંજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભૂતાનના વડા પ્રધાન Tshering Tobgay એ પોતાના ટ્વિટર હેન્ડલ પર હિન્દીમાં લખ્યું હતું કે, “ભૂતાનમાં આપનું સ્વાગત છે, મારા મોટા ભાઈ”
ભારતીય પરંપરાગત પોશાકમાં સજ્જ ભૂતાનના યુવાનોના પોતાના દેશમાં તેમનું સ્વાગત કર્યું તે વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખેલા ગરબા-ગીત પર ડાન્સ કર્યો હતો. તેમજ મોદીજીના સ્વાગતમાં ” અમે રાજી મોદીજીના રાજમાં રે ” એવા ગુજરાતી ગીતો પણ ગવાયા હતા. ભૂતાનના કલાકારોને ગુજરાતી ગીત ગાતા જોઈ વડા પ્રધાન મોદી આનંદિત થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભુતાનમાં સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું
મોદીજી ભુતાનમાં સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું છે. ભૂતાન દેશમાં ‘ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો’ અત્યાર સુધી માત્ર ભૂતાની વ્યક્તિઓને જ આપવામાં આવતો હતો. ભૂતાનના રાજાએ તેમની મુલાકાતના પહેલા જ દિવસે પીએમ મોદીને આ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. વડા પ્રધાન મોદી આ પુરસ્કાર મેળવનાર પ્રથમ બિન-ભુટાની વ્યક્તિ બન્યા છે જે સમગ્ર ભારત માટે ગર્વની વાત છે. મોદીએ કહ્યું કે તેઓ આ સન્માન 140 કરોડ ભારતીયોને સમર્પિત કરે છે.
ભારતમાં ચૂંટણીની જાહેરાત બાદ વિદેશ પ્રવાસે જનારા મોદી પ્રથમ વડાપ્રધાન છે. નિષ્ણાતોના મતે ચૂંટણી પહેલા ભૂતાન જઈને મોદીએ પાડોશી દેશને તેનું મહત્વ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.
શા માટે ભારત ભૂતાન દેશનો સૌથી મોટો સાથી છે ?
ભૂતાન હંમેશા ભારતની નજીક રહ્યું છે, 8 લાખની વસ્તી ધરાવતું ભૂતાન અમેરિકા, ચીન, બ્રિટન, ફ્રાન્સ અને રશિયા જેવા વિકસિત દેશો સાથે તેના રાજદ્વારી સંબંધો નથી. 1949માં ભારત અને ભૂતાન વચ્ચે વિદેશ નીતિ, વેપાર અને સુરક્ષાને લઈને એક કરાર થયા હતા. વર્ષ 2007માં વિદેશ નીતિની જોગવાઈ દૂર કરવામાં આવી હતી. ભારત હવે ભૂતાન સૌથી મોટું રાજદ્વારી અને આર્થિક ભાગીદાર છે.