પુષ્પાએ પહેરી સાડી ફેન્સએ પાડી તાળી, પુષ્પા 2નું ટીઝર જોઈ લોકોના હોશ ઉડ્યા, આજથી લગભગ 2.5 વર્ષ પહેલા અલ્લુ અર્જુનની પુષ્પા ફિલ્મ રિલીઝ થઇ હતી જે લોકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મના ડાયલોગ્સ પણ ખૂબ વાયરલ થયા હતા. જેથી લોકો આ ફિલ્મના પાર્ટ 2ની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ મેકર્સએ અલ્લુ અર્જુનના જન્મદિવસ નિમિત્તે આ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું જે જોઈને ફેન્સનું અદભુત રિએકશન જોવા મળ્યું
આ ટીઝર એકદમ ધમાકેદાર છે અને તેમાં અલ્લુ અર્જુન ફરી એકવાર પુષ્પા રાજની ભૂમિકા ભજવીને દર્શકોના દિલ જીતતો જોવા મળે છે. ખાસ વાત એ છે કે આ વખતે ‘પુષ્પા 2: ધ રૂલ’ના ટીઝરમાં પુષ્પાનો ફાયરી અંદાજ રુવાડા ઊભા કરીદે તેવો છે. તેમનો આ અવતાર આજથી પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. ટીઝરમાં અલ્લુ અર્જુન સાડી પહેરેલો અને ફુલ મેકઅપ સાથે જોવા મળે છે. એક્ટરનો લુક માથાથી પગ સુધી એકદમ પાવરફુલ છે. 1 મિનિટ 8 સેકન્ડના ટીઝરમાં પુષ્પાની એક્શનની જલક પણ જોવા મળી છે. એકંદરે, ‘પુષ્પા 2: ધ રૂલ’ના ટીઝરે ફિલ્મની ઉત્તેજના સાતમા આસમાને પહોંચાડી દીધી છે.
પુષ્પા 2 VS સિંઘમ અગેઇન
આ ફિલ્મ 15 ઓગષ્ટના રોજ રિલીઝ થવાની છે પરંતુ આશ્ચર્યની વાત એ છે તે જ દિવસે બોલિવૂડની અજય દેવગનની ફિલ્મ ”સિંઘમ અગેઇન” પણ રિલીઝ થવાની છે આ અત્યાર સુધીનો સૌથી મોટી ફિલ્મોનો ક્લેશ થવા જઈ રહ્યો છે. શું પુષ્પા 2ને લીધે સિંઘમ અગેઇનની રિલીઝ ડેટ બદલી શકે છે ?