રજનીકાંત તેમની ફિલ્મો ઉપરાંત તેમના સારા અને શાંત સ્વભાવ માટે પણ વિશ્વભરમાં લોકપ્રિય છે. હંમેશની જેમ આ વખતે પણ રજનીકાંત પોતાની સાદગીના કારણે સોશિયલ મીડિયા પર ચાહકોમાં લાઈમલાઈટ મેળવી રહ્યા છે.

સુપરસ્ટાર રજનીકાંત પોતાની ખાસ સ્ટાઈલને કારણે લોકોના દિલ પર રાજ કરે છે. હવે રજનીકાંતનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકો તેમની સાદગીના વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો અને તસવીરોમાં સુપરસ્ટાર સામાન્ય લોકોની વચ્ચે ઈકોનોમી ક્લાસ ફ્લાઈટમાં મુસાફરી કરતા જોવા મળે છે. વીડિયોમાં તમે એક્ટરને ફ્લાઈટમાં વિન્ડો સીટ પર આરામથી બેઠેલા જોઈ શકો છો.

રજનીકાંતને ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતા જોઈને ફ્લાઈટમાં હાજર લોકોએ સુપરસ્ટાર સાથે ચેટ કરી અને ફોટોગ્રાફ્સ પણ લીધા. કેટલાક યુઝર્સે તેનો વીડિયો શેર કરતી વખતે તેની સાદગીના વખાણ કર્યા છે. રજનીકાંતની આ સ્ટાઇલ લોકોના દિલ જીતી રહી છે.

માત્ર પ્રવાસ જ નહીં, રજનીકાંતનો લુક પણ એકદમ સિમ્પલ છે. સુપરસ્ટારે બ્લુ શર્ટ, બ્લેક પેન્ટ અને ચપ્પલ પહેર્યા હતા. ઇકોનોમીમાં મુસાફરી કરતા પ્રાઇવેટ જેટમાં મુસાફરી કરી શકે તેવા અભિનેતાને જોઇને ચાહકો પ્રભાવિત થયા છે.

જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રજનીકાંત ટૂંક સમયમાં અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. બંને 33 વર્ષ પછી ફિલ્મ ‘વેટ્ટાઈં’માં સાથે જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો અમિતાભ બચ્ચન અને રજનીકાંત સિવાય આ ફિલ્મમાં ફહાદ ફૈસિલ, મંજુ વૉરિયર, રાણા દગ્ગુબાતી, રિતિકા સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.