રામલલાનું ભવ્ય મંદિર 500 વર્ષના સંઘર્ષ બાદ નિર્માણ થયું છે, પરંતુ તાજેતરમાં પ્રી મોન્સૂનના પ્રથમ વરસાદમાં જ છતમાંથી પાણી ટપકવાની સમસ્યા સામે આવી છે. રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે આ મુદ્દા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

આચાર્ય સત્યેન્દ્ર દાસના જણાવ્યા મુજબ, ગર્ભગૃહની છત ટપકતી હતી, જેને ઠીક કરવામાં આવી હતી. પરંતુ આકર્ષણ સ્થળે, જ્યાં પૂજારી બેસે છે અને વીઆઈપી દર્શન માટે લોકો આવે છે, ત્યાં પાણી ટપક્યું છે. આ પાણી સામાન્ય નથી, પણ ખૂબ જ વધારે છે, જેના કારણે પૂજામાં અવરોધો આવી રહ્યા છે. રાત્રીના વરસાદ બાદ, સવારે પૂજારી જયારે પૂજા માટે આવ્યા, ત્યારે તેઓને ભારે મહેનત બાદ પાણી કાઢવું પડ્યું.

રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે, આ આશ્ચર્યચકિત કરનારી ઘટના છે કે, ભગવાન રામના ભવ્ય મંદિર 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ સામાન્ય લોકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું. પ્રી મોન્સૂનના પ્રથમ વરસાદમાં રામલલા મંદિરની છત ટપકી રહી છે. વરસાદનું પાણી ખૂબ જ આવી રહ્યું છે. વિશ્વ પ્રસિદ્ધિ મંદિરના નિર્માણ કાર્યમાં વરસાદનું પાણી ટપકે છે તે નવાઈની વાત છે.

મંદિરનું નિર્માણ કાર્યો ટાટા કન્સલ્ટન્સી અને એલએનટી કંપની દ્વારા કરવામાં આવ્યું છે, અને ભારતના પ્રખ્યાત એન્જિનિયર્સે તેમનું યોગદાન આપ્યું છે. પ્રી મોન્સૂનના પહેલા જ વરસાદે આભાસ આપ્યો છે કે નિર્માણ કાર્યોમાં બેદરકારી રાખવામાં આવી છે.

આ બનાવે દુનિયાભરમાં પ્રસિદ્ધિ પામેલા રામ મંદિરના નિર્માણમાં સામેલ સંસ્થાઓની ખામીઓ સ્પષ્ટ કરી છે. મુખ્ય પૂજારી દાસે આ સમસ્યાઓને તાકીદે ઠીક કરવાની માંગણી કરી છે, જેથી ભક્તો અને પૂજારીને મુશ્કેલીઓ ન આવે.

Ram mandir ayodhya | Gam no choro | Gujarati news | Gujarat