વિશ્વભરમાંથી આપઘાતના અનેક મામલા સામે આવે છે. ટેક્નોલોજીના આ યુગમાં આપઘાત કરનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. દેશ પોતપોતાની રીતે આ સમસ્યાનો સામનો કરવા માટે લોકોની ન માત્ર કાઉન્સેલિંગ કરે છે પરંતુ તેમને દવાઓ દેવારા પણ સારવાર આપે છે. પરંતુ હવે આત્મહત્યાનો એક એવો મામલો સામે આવ્યો છે જેણે તમામને ચોંકાવી દીધા છે. આ પ્રકારનો આ પ્રથમ કેસ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ મામલો દક્ષિણ કોરિયાથી સામે આવ્યો છે. અહીં એવું કહેવામાં આવી રહ્યું છે કે એક રોબોટે આપઘાત કરી લીધો છે. સેન્ટ્રલ સાઉથ કોરિયામાં નગર પાલિકાએ જાહેરાત કરી છે કે, તે એક કેસની તપાસ કરશે જેમાં રોબોટ ખુદ પગથિયાં પરથી કૂદી ગયો.

એક અહેવાલ પ્રમાણે આ રોબોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કામમાં મદદ કરી રહ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન ટીમના એક અધિકારીએ જણાવ્યું કે રોબોટ લગભગ એક વર્ષથી ગુમી શહેરના રહેવાસીઓને વહીવટી કામમાં મદદ કરી રહ્યો છે. તે ગત અઠવાડિયે પગથિયાંની નીચે નિષ્ક્રિય હાલતમાં મળી આવ્યો હતો. એનો અર્થ એ કે, તે એક્ટિવ નહોતો. અધિકારીએ જણાવ્યું કે, પ્રત્યક્ષદર્શીઓએ રોબોટને કૂદી જતાં પહેલાં આમતેમ ફરતા જોયો હતો, જેમ કે કંઈક ગડબડ હોય એમ. ઘટનાની પરિસ્થિતિ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રોબોટ કામના કારણે તણાવમાં હતો.

અધિકારીએ આગળ કહ્યું કે, રોબોટના પાર્ટસને એકઠા કરી લેવામાં આવ્યા છે અને તેને ડિઝાઈન કરનાર કંપની તેનું વિશ્લેષણ કરશે.અન્ય એક અધિકારીએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે, ‘તે ઓફિસિયલી શહેરની મ્યુનિસિપાલિટીનો હિસ્સો હતો અને તે અમારામાંથી જ એક હતો. કેલિફોર્નિયામાં બિયર રોબોટિક્સ દ્વારા વિકસાવવામાં આવેલ આ રોબોટ સવારે 9:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી કામ કરતો હતો અને તેનું પોતાનું પબ્લિક સર્વિસ કાર્ડ પણ હતું. એક માળ સુધી મર્યાદિત અન્ય રોબોટ્સથી વિપરીત તે લિફ્ટ (એલિવેટર)ને બોલાવી શકતો હતો અને અને ફ્લોર્સમાં ઉપરનીચે સુધી જઈ શકતો હતો.

Robot commits suicide | South Korea | robot | Robot stress | Robot working hours | Central South Korea | Gumi city robot | Technology and mental health | Robot parts analysis | First robot suicide case | Workplace stress in robots | tech news | Gam no choro | Gujarati news | Gujarati story | gujarati short stories | gujarat news | Gujarat