ઉનાળાની ગરમીમાં ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાની ઈચ્છા થાય છે, પણ ઉનાળામાં ઘણી વખત આ વાનગીઓ આપણને એસિડિટી અને પેટમાં બળતરા જેવી સમસ્યાઓનો શિકાર બનાવી દે છે. ગરમીમાં પાણી ઓછું પીવાથી પણ શરીરમાં ડીહાઇડ્રેશન થઈ શકે છે જે એસિડિટીનું કારણ બની શકે છે.
આજના બ્લોગ પોસ્ટમાં, આપણે ઉનાળામાં એસિડિટી અને પેટમાં બળતરાથી રાહત મેળવવાના કેટલાક સરળ ઉપાયો શીખીશું.
1. માટલાના ઠંડા પાણીનું સેવન
ઉનાળામાં લોકો ઠંડુ પાણી પીવાની ચાહતમાં ફ્રીજનું પાણી ખૂબ પીવા લાગે છે પરંતુ ફ્રીજનું પાણી પણ ક્યાંકને ક્યાંક આપણે સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે, જેથી માટલાનું ઠંડુ પાણી પીવું જે શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને પાચનક્રિયા સુધારવામાં મદદ કરે છે.
2. . લીંબુ પાણી
ઉનાળામાં લોકો મોટાભાગે ઠંડા પીણા વગેરેનું સેવન કરે છે. આને પીવાથી એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ વધી શકે છે. આવી સ્થિતિમાં, એસિડિટીથી રાહત મેળવવા માટે, તમારે લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ. લીંબુ પાણી એસિડ અને પેટની બળતરાને શાંત કરે છે. તેનાથી શરીરને ઠંડક મળે છે. આ માટે તમે એક ગ્લાસ પાણી લો. તેમાં લીંબુનો રસ અને કાળું મીઠું ઉમેરો. હવે આ પાણી રોજ સવારે અને સાંજે પીવાથી તમને ઍસિડિટીથી ઘણી રાહત મળશે.
3. દહીંનું સેવન:
દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે જે પાચનતંત્રમાં સુધારો કરે છે. દરરોજ એક કપ દહીં ખાવાથી એસિડિટી અને પેટમાં બળતરા ઘટાડવામાં મદદ મળી શકે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.
4. નાળિયેર પાણી:
નાળિયેર પાણી એક કુદરતી ઇલેક્ટ્રોલાઇટ પીણું છે જે શરીરને હાઇડ્રેટેડ રાખવામાં અને પાચનક્રિયા સુધારવામાં તેમજ રોગપ્રતિકારકે શક્તિ વધારવા માટે ફાયદાકારક છે.
5. તરબૂચ
ઉનાળામાં લોકો તરબૂચ ખાવાનું ખૂબ પસંદ કરે છે, જેમાં મોટા પ્રમાણમાં પાણીનો ભાગ હોય છે જેથી તે શરીરમાં રહેલ પાણીની ઉણપને દૂર કરે છે અને તે એક શરીરને ઠંડક આપતું ફળ છે જેથી તે ઉનાળામાં ખાવું આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે.