મરિયાન્દ્રી કાર્ડેનાસ નામની 24 વર્ષની યુવતીએ જણાવ્યું કે તેનું મૃત્યુ માત્ર 3 કલાકમાં થયું હતું અને તે આ દુનિયા છોડીને સ્વર્ગમાં પહોંચી ગઈ હતી. તેણે ત્યાં જે જોયું તે આ દુનિયાથી સાવ અલગ હતુ.

આપણી આસપાસ ઘણી વાર એવી ઘટનાઓ બનતી હોય છે જેની પર વિશ્વાસ કરી શકાય નહીં. એક ઘટના સામે આવી છે. એક યુવતી દાવો કરી રહી છે કે તે થોડા કલાકો માટે મૃત્યુ પામી હતી અને પછી ફરી જીવંત થઈ હતી.

ઘણા લોકો એ જાણવા માંગે છે કે મૃત્યુ સમયે વ્યક્તિ કેવું અનુભવે છે? શુ વિચારે છે, શુ લાગે છે? તેના છેલ્લા શબ્દો શું છે? અહીંથી ગયા પછી બીજી દુનિયામાં શું મળે છે? મરિયાન્દ્રી કાર્ડેનાસ નામની 24 વર્ષની યુવતીએ જણાવે છે કે તેનું મૃત્યુ માત્ર 3 કલાકમાં થયું હતું અને તે આ દુનિયા છોડીને સ્વર્ગમાં પહોંચી ગઈ હતી. તેણે ત્યાં જે જોયું તે આ દુનિયાથી સાવ અલગ હતું.

મરિયાન્દ્રી કાર્ડેનાસ ગ્રાફિક ડિઝાઇનર છે. તે ઘરેથી તેનું કામ કરી રહી હતી ત્યારે તેને અચાનક ગૂંગળામણનો અનુભવ થયો. તેણીને લાગ્યું કે તે બોલી શકતી નથી અને બધું જ સુન્ન થઈ રહ્યું છે. તેનું શરીર થીજી ગયું હતું અને અચાનક જ તે બેભાન થઇ ગઈ હતી. મરિયાન્દ્રી ને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે તે કોમામાં છે. ડેઈલી સ્ટાર અનુસાર, મરિયાન્દ્રી કહે છે કે તેણે છેલ્લી વાત સાંભળી કે ડૉક્ટરો કહેતા હતા કે તે આપણને છોડીને ચાલી ગઈ છે. બીજી જ ક્ષણે તેનો આ દુનિયા સાથેનો સંપર્ક તૂટી ગયો અને તે બીજી દુનિયામાં પહોંચી ગઈ.

યુવતીએ કહ્યું કે તે જગ્યાએ સૂર્ય, ચંદ્ર કે તારા વગરનો પ્રકાશ હતો. ત્યાં ઘણી બધી વાનગીઓ હતી જે મેં પહેલાં ક્યારેય જોઈ ન હતી. બધા એકબીજા સાથે મનથી વાત કરતા હતા, કોઈ બોલતું ન હતું. મને મારા પાછલા જીવન વિશે કંઈ યાદ નહોતું. આ દરમિયાન તે ભગવાનને મળી હતી. જે સમગ્ર વાતાવરણને પ્રકાશિત કરી રહ્યો હતો. તે ઘણા જ ખુશ હતા અને સ્માઈલ આપી રહ્યા હતા.ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે ખૂબ જ ખુશ અને હળવાશ અનુભવી રહી હતી.

આ દરમિયાન ભગવાને કહ્યું કે મરિયાન્દ્રીને પાછા ફરવું પડશે કારણ કે તેનો સમય હજુ આવ્યો નથી. સ્વર્ગમાં આ 3 કલાક થયા પણ પૃથ્વી પર 3 દિવસ વીતી ગયા. પૃથ્વી પર પાછા ફર્યા પછી તે કોમામાંથી જાગી ગઈ અને બીજા જ દિવસે તેને રજા આપવામાં આવી. મરિયાન્દ્રી દાવો કરે છે કે તેણી માને છે કે તેણી પોતે ભગવાનને મળી હતી અને તેણે તેણીને મૃત્યુ પછીની દુનિયા બતાવવા માટે પસંદ કરી હતી.

Marianndri Cardenas | Near-death experience | Death and afterlife | Heaven visit | Temporary death | Coma experience | Out-of-body experience | Graphic designer | Spiritual | Light without sun or moon | Mental communication | Divine encounter | Happiness in afterlife | God’s message | Time perception after death | Hospital coma recovery | Daily Star report | Afterlife claims | Divine selection | Post-coma experience | Gam no choro | Gujarati news | Gujarati story | Gujarati short stories | Gujarat news | Gujarat