ગુજરાતના આ ગામની સ્ત્રીઓ હોળી પર પુરૂષોને શરીર પર સુંદર આકૃતિઓ પાડી કરે છે તૈયાર ગુજરાત, મધ્યપ્રદેશમાં આદિવાસીઓ મેળાઓ યોજીને હોળીની અનોખી રીતે ઉજવણી કરે છે

દેશભરમાં હોળીની ઉજવણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભારતના દરેક રાજ્યમાં હોળીની ઉજવણી પરંપરાગત રીતે થાય છે. મથુરા-વૃંદાવનમાં રંગોની રેલમછેલ તો ગુજરાત, મધ્યપ્રદેશમાં આદિવાસીઓ મેળાઓ યોજીને હોળીની અનોખી રીતે ઉજવણી કરે છે.

ગુજરાતના છોટા ઉદેપુર વિસ્તારમાં આખું અઠવાડિયું જુદાં જુદાં ગામોમાં મેળાઓ યોજાય છે. રૂમાડિયા ગામે યોજાતો મેળો હવે ખૂબ પ્રસિદ્ધ થયો છે. ગામની સ્ત્રીઓ પુરૂષોને આખા શરીરે સફેદ રંગથી સુંદર આકૃતિઓ પાડી તૈયાર કરે છે ને પછી સહુ પરંપરાગત વસ્ત્રોમાં સજજ થઈ મેળામાં ને ગલીઓમાં નૃત્ય કરતાં કરતાં ફરે છે. ધૂળેટીના દિવસે ક્વાંટ ગામમાં મેળો પૂરો થાય છે.

Top 10+ Places to Celebrate Holi in India – MARKET99

રૂમાડિયા ગામે છેલ્લા 200 વર્ષથી ગોળ ફેરિયાના મેળાનો મેળો ભરાય છે

કવાંટના રૂમાડિયા ગામે આદિવાસીઓ દ્વારા છેલ્લા 200 વર્ષથી ગોળ ફેરિયાના મેળાનો મેળો ભરાય છે. આદિવાસીઓ માટે હોળી મહત્વનો તહેવાર છે આદીવાસી વિસ્તારોના ગામેગામ મેળાઓનુ આયોજન કરાય છે. જેમાં તેઓ પોતાની માનતા પૂરી કરે છે જેના ભાગ રૂપે કવાંટ તાલુકાના રૂમાડીયા ગામે ગોળ ફેરીયાનો અનોખો મેળો યોજાય છે.

Banaras Hindu University withdraws order banning 'Holi 2023 celebrations' inside campus latest updates – India TV

ક્યારે છે હોલિકા દહન?
આ વર્ષે હોલિકા દહન 24મી માર્ચે કરવામાં આવશે. બીજા દિવસે 25મી માર્ચે હોળીનો તહેવાર છે. પંચાંગ અનુસાર, ફાલ્ગુન મહિનાની પૂર્ણિમા તિથિ 24 માર્ચની સવારથી શરૂ થશે અને 25 માર્ચ, 2023 ના રોજ બપોરે સમાપ્ત થશે.

10 ways to have a safe and Happy Holi!

હોલિકા દહનનો શુભ સમય-

પૂર્ણિમા તિથિનો પ્રારંભ – 24 માર્ચ, 2024 સવારે 09:54 વાગ્યે

પૂર્ણિમા તિથિ સમાપ્ત – 25 માર્ચ, 2024 બપોરે 12:29 વાગ્યે

હોલિકા દહન મુહૂર્ત – 11:13 PM થી 12:12 AM, 25 માર્ચ

અવધિ – 00 કલાક 59 મિનિટ

હોળી- સોમવાર, 25 માર્ચ, 2024

ભદ્રા પૂંછ – 06:33 PM થી 07:53 PM

ભદ્ર મુખ – સાંજે 07:53 થી રાત્રે 10:06 સુધી

હોલિકા દહન પૂજા સામગ્રી-
અક્ષત, સૂંઠ, ગોળ, ફૂલ, માળા, રોલી, ગુલાલ, કાચો કપાસ, હળદર, એક લોટામા જળ, નાળિયેર, બાતાશા, ઘઉંની બુટ્ટી અને મૂંગની દાળ વગેરે.

હોલિકા પૂજા મંત્ર
હોલિકા મંત્ર- ઓમ હોલિકાય નમઃ

ભક્ત પ્રહલાદ મંત્ર- ઓમ પ્રહલાદાય નમઃ

ભગવાન નરસિંહ માટેનો મંત્ર- ઓમ નૃસિંહાય નમઃ

ગુજરાતના આ ગામની સ્ત્રીઓ હોળી પર પુરૂષોને શરીર પર સુંદર આકૃતિઓ દોરીને હોળીની અનોખી રીતે ઉજવણી કરે છે,