જ્યારથી ગાઝામાં ઈઝરાયલની સેનાએ ઓપરેશન આક્રમક કર્યું છે ત્યારબાદ જ ઈન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પર ‘ઓલ આઈઝ ઓન રફાહ’ લખેલી સ્ટોરીઝ પોસ્ટ કરી રહ્યા છે અને ફોટોના કેપ્શનમાં આ હેશટેગનો ઉપયોગ કરી રહ્યા છે. રફાહમાં શરણાર્થી શિબિર પર થયેલા હુમલા બાદ ભારત સહિત દુનિયાભરના પ્રખ્યાત લોકો તેનાથી જોડાયેલી સ્ટોરી પોસ્ટ કરી રહ્યા છે. બોલિવૂડ, હોલિવૂડ અને સ્પોર્ટ્સ જગતની ઘણી મોટી હસ્તીઓએ આ સ્ટોરી શેર કરી છે.

All Eyes on Rafah Meaning: Why are Bollywood celebs using the trending  hashtag to express solidarity with Palestine? | Today News

શું છે All eyes on hindus in pakistan શા માટે શરૂ થયુ ?
પરંતુ અમુક ફિલ્મએકટરની આવી પોસ્ટ બાદ ઘણા સોશ્યિલ મીડિયા ઈનફ્લુએન્સર અને ઘણા લોકો પોતાની સ્ટોરી પર all eyes on hindus in pakistan અને all eyes on pok લખેલી પોસ્ટ શેર કરી રહ્યા છે જેના દ્વારા તે કહેવા માંગે છે કે જ્યારે ભારતના લોકો પર અત્યાચાર થતો કશ્મીરમાં રહેતા ભારતીઓ લોકોનું જીવન નર્ક બન્યું હતું તેમજ હજુ પણ પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ અને તેમની મહિલાઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે તેમની સાથે થઇ રહેલ આવા ઘોર અત્યાચાર પર કોઈની નજરો કેમ નથી જતી ???

તેમજ જયારે પેલેસ્ટાઈન દ્વારા ઇઝરાઇલ દેશ પર હુમલા કરવામાં આવ્યા ત્યાં ગોળી બારી કરવામાં આવતી તેમજ ત્યાંની મહિલાઓ સાથે પણ અત્યાચાર કરવામાં આવ્યું ત્યારે કોઈની નજરો તેના પર ગઈ પરંતુ ઈઝરાઈલે રફાહ પર હુમલો કર્યો તેનું સૌને બહુ દુઃખ થાય છે શા માટે ?

Where Were Your Eyes On...": Israel's Counter To "All Eyes On Rafah" Pic

જોકે આ યુદ્ધમાં પણ ઘણા બેકસૂર લોકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હશે તેમજ ઘણા એ પોતાના કોઈ પરિવારજનોને ગુમાવ્યા હશે. જેથી વહેલી તકે આ યુદ્ધનો અંત આવવો અતિ આવશ્યક છે.

સોશ્યિલ મીડિયા પર પેલેસ્ટાઈન અને ઇઝરાઇલના સમર્થકો વચ્ચે ખૂબ વાદવિવાદ ચાલી રહ્યો છે, પરંતુ આપણે સૌ એવું ઇચ્છીએ કે આ યુદ્ધનો જલ્દી અંત આવે અને ત્યાંના લોકો શાંતિથી રહેવા લાગે.