હાલમાં જ ધોરાજીની સ્કૂલમાં વિધાર્થીનીએ પિતાના કારણે હોસ્ટેલમાં ગળોફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધું છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, તળાજા તાલુકાના ગોરખી ગામની કોલેજીયન યુવતીએ પાલિતાણાના વાળુકડ ગામની હોસ્ટેલમાં પાણીના ટાંકામાં પડી જીવનમોતને વ્હાલું કર્યું છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.

તળાજા તાલુકાના ગોરખી ગામની રહેવાસી કૃપાલીબેન ભટુરભાઇ ડોળાસીયા પાલિતાણા તાલુકાના વાળુકડ ગામે આવેલ લોક વિદ્યાલયમાં ધો. 7 થી અભ્યાસ કરતી હતી. હાલમાં ટી.વાય બી.કોમનો અભ્યાસ કરતી હતી. આજે વહેલી સવારના અચાનક હોસ્ટેલની ઉપર આવેલ પાણીનો મોટો ટાંકો આવેલ છે આ ટાંકામાં પડી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગયો હતો.

ચોંકાવનારી વાત એ છે કે કૃપાલી પોતે દરરોજ રોજનીશી સ્વરૂપે ડાયરી લખી રહી હતી આ ડાયરી પોલીસે કબજે કરી હતી. જેમાં મૃતક યુવતીએ આ પગલું શેના માટે ભર્યું તેમાં રહસ્ય ઉજાગર થશે તેમ જાણવા મળ્યું હતું.કૃપાલી ડોળાસીયા રમતગમતની પ્રવૃતીમાં એક્ટીવ હતી તથા અભ્યાસમાં પણ હોશિંયાર હોવાનું જણાવ્યું હતું. હાલમાં આ આ બનાવ હત્યા કે આત્મહત્યાનો છે તે અંગે ચર્ચાઓ થઇ રહી છે.
આ ઘટના અંગે વિદ્યાર્થીનીના પરિવારજનોને જાણ કરાતા તેઓ દોડી આવ્યા હતા અને મૃતક કૃપાલિબેનની લાશને પેનલ પી.એમ. માટે ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાય છે, આ બનાવથી પરિવારમાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું છે કારણ કે પોતાની વ્હાલસોય દીકરી ગુમાવી દીધી છે.વધુ વાંચો
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.