બોલાવતું તો હતા. લોકોની વચ્ચે તેઓ પિશાચ તથા ગાંડાની પેઠે વર્તન વિચરતા હતા..” સ્વ તેઓ આઠ, આંધળા, બહેરા, ઋષભદેવજીની આવી વિચિત્ર સ્થિતિ નિહાળી લોકો તેમનો તિરસ્કાર કરતા,વધુ વાંચો
મારતા, તેમના શરીર પર લઘુશંકા કરીને થૂંકતા. આમ છતાં તેઓ કંઈ પણ ગણકાર્યા વગર કે દુઃખ પામ્યા વગર નિર્લેપભાવે ફર્યા કરતા હતા.’ “સત્ય’ અને મિથ્યા* જગતના સ્વરૂપનો અનુભવ તથા ખ્યાલ મેળવી તેઓ પોતાના ‘આત્મસ્વરૂપ’માં જ સ્થિર રહેતા હતા. ‘હું’ અને ‘મારું’ એવું દેહાભિમાન તેમને રહ્યું ન હતું.’ વધુ વાંચો
થોડો શ્વાસ લેવા થંભી મારા તરફ દૃષ્ટિ કરી માધવાનંદજી મને સંબોધીને બોલ્યા, પ્રત્યેક વ્યક્તિએ પોતાની ઉત્તરાવસ્થામાં બધી જ સ્પૃહાઓ, સંકલ્પો અને કામનાઓ છોડીને વાનપ્રસ્થાશ્રમ’ અપનાવી લેવો જોઈએ.’ પછી આગળ વાંચવાનું શરૂ કર્યું, ઋષભદેવ તેમના આંતરિક આધ્યાત્મિક તેજથી દેદીપ્યમાન અને તેજોમય તો હતા જ; અને તેથી જ તેમનું આકર્ષણ લોકોમાં કામદેવથી પણ અધિક બની ગયું હતું, પરંતુ આમ સુંદર દેખાતા હોવા છતાં, એ સુંદરતા છુપાવવા માટે ભગવાન ઋષભદેવ અવધૂતના જેવા, પોતાના મિલન બનાવેલા શરીર વડે, જાણે કોઈ ‘ગ્રહથી ઘેરાયા હોય તેવા ગંદા ઘૃણા ઉપજાવે તેવા દેખાતા હતા !” વધુ વાંચો
‘ગંદા’ શબ્દ પર ભાર મૂકી માધવાનંદજીએ સૂચકષ્ટિ કરી મારી સામે જોયું. ભગવાન અને તે પણ પાછા ગંદા ? આમ કેમ ?” સમજ્યા વગર મેં મારું અજ્ઞાન પ્રગટ કર્યું. કોણ જાણે કેમ પણ આ સાથે પેલા ગંદી જટા અને પીળા દાંતવાળા સાધુનું ચિત્ર મારા મનઃચક્ષુ પર ઊપસી આવ્યું. મને થયું, શું આ સાધુ પણ આવો અવધૂત હશે? અથવા આ આખ્યાનના અનુસંધાને અને મારી આવી મનઃસ્થિતિને કારણે અનાયાસ જ મને આવો વિચાર આવતો હશે ? રામ જાણે, પરંતુ પેલા સાધુએ મારા સમગ્ર મનને ઘેરી લીધું હતું, એ વાત ચોક્કસ હતી ! વધુ વાંચો
જુઓ !” માધવાનંદજી તુરત બોલ્યા, “સાધુઓએ આવું વર્તન કરવું જ પડતું હોય છે. સાધનામાં અજ્ઞાની લોકો બાધક ન બને એટલા માટે, લોકોથી દૂર રહેવું સિદ્ધ સાધુઓ માટે જરૂરી છે અને એટલા માટે જ આવા સાધુઓ ઇરાદાપૂર્વક જ અવધૂત, ગંદા વેશ ધારણ કરી વિચરણ કરે છે. તેથી તેમને ગંદા અને ગાંડા ગણી સામાન્ય લોકો તેનાથી દૂર ભાગે છે. જો કે ધાર્મિક જીવન જીવતા આધ્યાત્મિક લોકોને તેઓ છૂપી રીતે આશીર્વાદ આપી શક્તિ પૂરી પાડે છે અને જરૂર પડયે મદદ પણ કરે છે. ગાંડા અને ગંદા લાગતાં આવા સાધુઓ ક્યારેક અવતારી’ અથવા અવધૂત પણ હોઈ શકે છે.’ પછી થોડી વાર વધુ વાંચો
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
#GamNoChoro #GuaratiBhasa #MaruGamMaruAbhiman #Marugam #GujaratVillage #Choro #ગામનોચોરો #Gamdu