ગુજરાતી ફિલ્મોનો પ્રખ્યાત અભિનેતા ફિરોઝ ઈરાની 70 વર્ષની વય વટાવીને પણ ફિટ છે. તમે વિચારતા હશો કે દાયકાઓ સુધી ગુજરાતી ફિલ્મોમાં કામ કરનાર ફિરોઝ ઈરાની આ દિવસોમાં શું કરી રહ્યા છે? આજે અમે આપને જણાવીશું કે, તેઓ આજે શું કરી રહ્યાં છે.
ફિરોઝ ઈરાની હજુ પણ ગુજરાતી ફિલ્મોમાં સક્રિય છે. તેમણે પોતાના પુત્ર અક્ષત ઈરાનીને મિસ્ટર કલાકાર ફિલ્મથી લોન્ચ કર્યો. આ સિવાય ફિરોઝ ઈરાની બોલિવૂડમાં પણ સક્રિય છે. ફિરોઝ ઈરાની હાલ મુંબઈમાં રહે છે. તેમનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો હતો પરંતુ તેમના જીવનનો 75% સમય ગુજરાતમાં વિતાવ્યો છે. ફિરોઝ ઈરાનીને ગુજરાતની જનતાએ જબરદસ્ત પ્રેમ આપ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે 70 વર્ષની ઉંમરમાં પણ ફિરોઝ ઈરાની આજે પણ જીમમાં દરરોજ દોઢથી બે કલાક વર્કઆઉટ કરે છે.
અંગત જીવનની વાત કરીએ તો ફિરોઝ ઈરાની દાદા બની ગયા છે. તેમને બે પુત્રો છે. જેમાંથી એક પુત્ર અભિષેક ઈરાની હાલ સ્વિત્ઝરલેન્ડમાં સ્થાયી છે અને તેને બે બાળકો છે. તો બીજો પુત્ર અક્ષત ઈરાની મુંબઈમાં છે. ફિરોઝ ઈરાનીના પિતા ફરીદુન ઈરાની એક ડ્રામા કંપની ચલાવતા હતા. એફઆર ઈરાની તરીકે જાણીતા ફરિદુન ઈરાનીની લક્ષ્મી કાલકેન્દ્ર નામની ડ્રામા કંપની હતી. આ સાથે ફિરોઝ ઈરાનીએ અભિનયની શરૂઆત કરી.
8 વર્ષની ઉંમરે તેમણે ચોરુ કચોરુ નામના નાટકમાં અભિનય કર્યો હતો. અને 1967માં 17 વર્ષની ઉંમરે ફિલ્મ ‘ગુજરાતન’માં વિલન તરીકે ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું. જેમાં વિજય દત્ત હીરો હતો અને અરુણા ઈરાની હીરોઈન હતી. છેવટે, ફિરોઝભાઈએ તેમની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.