પર્વત’ જાણે વેદોની ને આ કુદરતી દશ્ય રહેમ કરતા કોઈ ઋષિમુનિ જેવો જણાઈ રહ્યો હતો. મારું મન આ કુદરતી દૃશ્ય નિહાળી અવર્ણનીય આનંદથી ભરાઈ ગયું. મને થયું કે આ જગ્યા સાથે જાણે મારો અનેક જન્મોનો સંબંધ છે. તે સાથે જ મારા હૃદયમાંથી આનંદની લાગણીની એક છૂપી ચીખ નીકળી ગઈ. સાથે સાથે અંદરથી કશુંક ખૂટતું હોય તેમ પણ મને લાગ્યું. મને શું થાય છે, તેની તે વખતે ખબર ન પડતાં મારું મન શૂન્યમનસ્ક’ બની ગયું. બાપુએ મને રસ્તા પરના વાહનોથી બચાવવા તેના તરફ એકબાજુ ખેંચી લીધો. હું સાવધ બનીને ચાલવા લાગ્યો.
આશ્રમ હજુ દૂર હતો. ત્યાં જ એક રિક્ષાવાળાએ બાપુને જોઈને રિક્ષા ઊભી રાખી અને અંદર બેસાડી લીધા. રસ્તામાં બે-ત્રણ અન્ય સાધુઓ મળી જતાં તેને પણ સાથે લીધા, એ બધા ત્યાં જ આવી રહ્યા હતા.
વાહનોની ભારે ભીડ વચ્ચે પુનિત આશ્રમના દરવાજે આવી પહોંચ્યા. તે સાથે કોઈ ન સમજાય તેવા આનંદ ઉપજાવતા સ્પંદનો પુનિત આશ્રમના દરવાજામાં પ્રવેશતાં જ મારા હૃદયમાં જાગવા માંડ્યા. કદાચ… આ આનંદની લાગણી એક સાધુ તરીકે સન્માન પામવાનો જીવનનો આ પ્રથમ અનુભવ થવાને કારણે હોઈ શકે. આજે મહંતો- મંડલેશ્વરો અને મહામંડલેશ્વરોનું જ્યાં સન્માન અને ભેટપૂજા’ થવાની હતી તે સમારંભમાં હું એક મોટી જગ્યા, આશ્રમના જાણીતા મહંત પૂ. માધવાનંદ બ્રહ્મચારી તથા અન્ય પ્રખ્યાત સાધુઓ સાથે એક સાધુ તરીકે દ્વારમાં પ્રવેશી રહ્યો હતો. સામે જે રસ્તો હતો તે રંગરંગી ફૂલ-છોડ અને વિવિધ સુંદર વૃક્ષોથી યુક્ત હતો, અત્યંત મનોહર લાગતો હતો અને તે રસ્તાની બન્ને બાજુએ સેંકડો સ્ત્રીઓ અને કુમારિકાઓ છેક મંડપ સુધી હાથમાં ફૂલોની છાબડીઓ લઈને, આનંદિત અને ભક્તિયુક્ત ચહેરે શ્રદ્ધાથી ઊભી હતી. લગાતાર સો ફૂટથી પણ વધુ અંતર સુધી યજ્યકાર સાથે અમારા મસ્તક અને ચરણો ૫૨ ફૂલોનો વરસાદ વરસવો શરૂ થઈ ગયો.
હર્ષપુલકિત હૃદયે તથા ચહેરે, હું આગળ પૂ. માધવાનંદજી સાથે સાધુના વેશમાં, સાધુહ્રદયે ચાલી રહ્યો હતો. કોઈ અનન્યભાવ અને શાન્ત મુખમુદ્રા સાથે હું માધવાનંદજી સાથે કદમ મિલાવી રહ્યો હતો. જાણે હું કોઈ બાળક હોઉં અને નિર્દોષ આશ્ચર્યમિશ્રિત લાગણી ધારણ કરતો અને અનુભવતો ચાલતો જતો હોઉં ! કોઈ વડીલના સહારે નિર્ભય બનીને ફૂલોની વર્ષા અને જય જયકારના ધ્વનિ વચ્ચે ચાલતો હું મૌન-મૂક અને અત્યંત શાંત હતો, છતાં મારું હૃદય, મારા આરિક ભાવો આ નૂતન અનુભવથી સ્પંદિત થઈ ઉછાળા મારી રહ્યા હતા ।
ચાલતા ચાલતા મેં મારા આંતરિક હર્ષને દબાવવા મન’ને અનુરોધ કર્યો. ગીતાનો નિરંતર અભ્યાસ મને આ સમયે ઉપયોગી થયો. સમતા’ જાળવી રાખવામાં મને સફળતા મળી ગઈ !
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: http://facebook.com/maragamnochoro
IG: http://instagram.com/maragamnochoro
••••••••••••••••••••••••••••••••••
#GamNoChoro #GuaratiBhasa #MaruGamMaruAbhiman #Marugam #GujaratVillage #Choro #ગામનોચોરો #Gamdu