girnar

સંકેત આપ્યો ?તે કોઈ તાંત્રિક હશે કે મેલીવિદ્યા અજમાવનારો હશે ? અથવા કોઈ સાચો અવધૂત-અલગારી સાધુ હશે ? સૌથી મોટો પ્રશ્ન તો એ થતો હતો કે તેણે શા માટે મારામાં આટલો રસ લીધો છે ?

કોઈ અજ્ઞાત ડર અને આશંકાથી ઘેરાયેલો હું માધવાનંદજી સાથે કદમ મિલાવતો ચાલી રહ્યો હતો, ત્યાં જ માધવાનંદજીએ મૌન તોડી મને પૂછ્યું. તેના સ્વરમાં રમૂજ હતી. બોલ્યા,

*કેમ રાવલ સાહેબ ! સાધુ બનવામાં કેવી મજા ? જોયું ને…!’ ખડખડાટ હસી માધવનંદજીએ મારા ખભા પર હાથ મૂકીને બોલતાં હું સભાન બની ગયો. કોણ જાણે કેમ પણ મને લાગ્યું કે માધવાનંદજીના પ્રેમાળ સ્પર્શથી મારો બધો જ ડર અને આશંકા અદૃશ્ય થઈ ગયા છે. હું હતો તેવો જ હળવોલ થઈ આનંદથી તેમની સાથે ચાલવા લાગ્યો. બાપુ મૌન તોડતા ફરી બોલ્યા,

ત્યારે, આમ વાત છે બાપુ !” માધવાનંદજી ઘણી વખત રમૂજમાં મને “બાપુ’ કહીને હળવાશથી સંબોધન કરે છે. તેમની આ નિર્લેપ અને પ્રેમાળ વિશિષ્ટતા મને ખૂબ ગમે છે. ગમે તેવી વ્યક્તિને આનંદમાં લાવી દેવાની તેમનામાં જાણે કુદરતી શક્તિ છે. મને આનંદમાં આવી ગયેલો જાણીને હસીને સંસારીઓની જેમ રમૂજમાં બોલ્યા,

જોયું ને બાપુ ! શિરમુંડનમેં તીન ગુનઃ લોકમેં બઢે લાજ, ખાને કો લડુ મિલે, ઔર લોગ કહે, મહારાજ !” કહી તેઓ ખડખડાટ હસી પડ્યા. મેં પણ હસતાં હસતાં કહ્યું, શિરમુંડનથી તો નહિ, પરંતુ ભગવા વસ્ત્રોએ તો મને જરૂરથી મહારાજ બનાવી દીધો છે !”

વાતો કરતાં જગ્યા આવી ગઈ. દરવાજે અમારી રાહ જોતાં દાનબાપુ ઊભા હતા. દરવાજાના ઓટા પર નિત્યાનંદજી અને લંગડાબાપુ બેઠા હતા. તેઓએ ઊભા થઈ બાપુને પ્રણામ કર્યા. અમે પણ નમસ્કારની આપ-લે કરી અંદર ગયા. ફરાળી વાનગીઓ આરોગી પેટ ભરાઈ ગયું હતું. એટલે રાત્રે ભોજન કરવાની જરૂરત રહી ન હતી.

હું ઉપર મારા રૂમમાં ગયો. વસ્ત્રો બદલી પલંગ પર આડા પડી આજના બધા જ બનાવો પર વિચાર કરવા લાગ્યો. મને આજનો દિવસ અદ્ભુત લાગ્યો. હું ભગવાનદત્તનો ઉપાસક છું, પરંતુ જિંદગીમાં પ્રથમ વખત જ દત્તજયંતીના દિવસે આવો અકલ્પ્ય અનુભવ કર્યો હતો. ધન્યતાના ભાવ સાથે આંખો મીંચી હું થોડી વાર શાંતચિત્તે પથારીમાં લંબાવીને સૂતો. ઊંઘ નહોતી, પરંતુ થાકને કારણે આંખો બોઝિલ બની ગઈ હતી. હંમેશની આદત મુજબ રાત્રે સૂતી વખતે આખા દિવસના બનાવો વિશે ક્રમશઃ