pinky parikh

દેશ રે ઝોયા દાદા ફિલ્મમાં માં ઝઘડાળુ નણંદ નો રોલ કરનાર પિંકી પરીખ દર્શકો યાદ હશે. તે ગુજરાતી ફિલ્મો અને સિરિયલોમાં કામ કરવા માટે જાણીતા છે. આજે તેઓ વધતી ઉમરની સાથે ઘણા બદલાઈ ગયાં છે અને સૌથી ખાસ વાત એ છે કે, હવે પિંકી પરીખ બે બાળકોની માતા છે અને પોતાના પતિની સાથે અમદાવાદના પોશ વિસ્તારમાં રહે છે.

પિંકી પરીખએ લગ્ન પછી કામ ઓછું કર્યું. પિંકી પરીખએ મીડિયાને જણાવ્યું હતું કે, મારા લગ્ન 2001માં થયા. લગ્ન પછી હું વિરલ દેસાઈ સાથે મુંબઈ આવી ગયો. અહીં સાસુ અને સસરાની તબિયત સારી ન હતી. જેના કારણે ધીમે ધીમે કામ ઓછું થતું ગયું. મારા પતિ ટેક્સટાઇલ એન્જિનિયર છે પરંતુ હાલમાં રિયલ એસ્ટેટમાં કામ કરે છે. મે લગ્ન પછી ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું કારણ કે મારે પરિવારની સંભાળ રાખવી હતી.

હાલમાં પિંકી પરીખદરરોજ એક કલાક યોગ કરે છે અને ઘરની જવાબદારીઓ અને સામાજિક કાર્યોમાં હાજરી આપે છે અને સૌથી ખાસ વાત એ કે તેમણે 2019માં મોન્ટુની બિટ્ટુ ફિલ્મથી ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને હાલમાં મોટાબાની નાની વહુમાં કામ કરી રહ્યાં છે છતાં પણ લોકો તેમણે રીટા તરીકે જ ઓડખે છે.