બેએક દાયકા પહેલાંની વાત છે.જાતનો રઘુવંશી એવો એક ગુજરાતી લંડનની એક કંપનીમાં કર્મચારી તરીકેની નોકરી કરતો હતો.તેમને વિરપુરના જલારામ બાપા પર બહુ આસ્થા એટલે પોતાની ઓફિસમાં તે જલારામનો ફોટો રાખતો અને દરરોજ સવારમાં ભક્તિભાવપૂર્વક વંદન કરીને અગરબત્તી પેટાવતો.ગુજરાતીઓની આ એક અતિસુંદર ખાસિયત છે.તેઓ દુનિયાના કોઇપણ ખુણે કેમ ના હોય ! પણ પોતાના ધર્મનો દિપક કદી બુજાવવા નથી દેતાં.આધુનિક યુગની ટેક્નોલોજીથી તે સુપેરે પરિચિત હોય છતાં પોતાની ગરવી અસ્મીતાને પણ વિસરાવા નથી દેતાં.અને એમાંય આતો વિરપુરના જલિયાણ પરની આસ્થા !પોતાની પત્ની પુરા હોશોહવાસમાં બીજાના હાથમાં પ્રેમથી આપી દે તો એ માત્ર જલારામ જ હોય શકે,અન્ય કોઇનું ગજું નથી !આમ આ ગુજરાતી પોતાની ઓફિસમાં દરરોજ સવારમાં જલારામબાપાની પુજા કરીને જ કામની શરૂઆત કરે.આ વાતથી તેની કંપનીનો અંગ્રેજ મેનેજર તેની ઘણીવાર હાંસી ઉડાવતો.


“યુ ઇન્ડિયન આર સચ અ સ્ટુપિડ.તું આ વૃધ્ધની પ્રાર્થના કરે છે ! કોણ છે તે ?”
“અમારા ગોડ છે – જલારાપબાપા.”ગુજરાતી જવાબ આપતો.
“તે હેલ્પ કરે છે તારી ?”
“હા.”
ગોરો ખડખડાટ હસી પડતો.તેને આ ગુજરાતીની આવી આસ્થાની રમુજ થતી.આમ ચાલ્યાં કરતું.
એવામાં વિશ્વ આખું મહામંદીના સપાટામાં આવ્યું.અમેરીકા તો આખું ભરડાઇ ગયું તેમ કહો તો ચાલે.આ મંદીની અસર યુરોપમાં પણ થઇ.લાખો લોકો બેરોજગાર બન્યાં.ગંજાવર કંપનીઓના બારણાં ધડાધડ દેવાય ગયા.ઇંગ્લેન્ડમાં પણ આ મંદીનું લખલખુ પસાર થયું.પેલો ગુજરાતી રઘુવંશી જે કંપનીમાં કામ કરતો તે કંપની પણ મંદીના સપાટામાં આવી.કંપની બહુ મોટી નહોતી પણ તેના કેટલાંય શેર ધુળ ખાતા પડી રહ્યાં,કોઇ શેર-હોલ્ડર ના મળ્યાં.કંપનીને તાળા લગાડવાનો વખત આવ્યો.


એમાં એક દિવસ પેલો મેનેજર ‘ડુબતો તરણું જાલે’ એ ન્યાયે ગુજરાતીની ઓફિસમાં આવ્યો.આવીને જલારામબાપાની છબી સામે ઉભો રહ્યો.ગુજરાતીને કહ્યું – “તું કહે છે ને કે આ તારા ગોડ તારી હેલ્પ કરે છે.અત્યારે આપણી કંપની મુશ્કેલીમાં છે.એ મારી હેલ્પ કરશે ?”
“હા,સર.શ્રધ્ધાપુર્વક ભક્તિ કરો તો એની કૃપાને કોઇ સરહદોના સીમાડા નથી નડતાં.”
“અચ્ચા.મારે એને કેટલા પાઉન્ડ આપવા પડશે ?”
“સર,એ તમારા પાઉન્ડનો ભુખ્યો નથી.”
“ધેન ?”
“તમારે વિરપુર જવું પડશે અને બાપાના મંદિરમાં શ્રીફળ અને અગરબત્તી ધરવા પડશે.એનાથી વધુ કશાની એને જરૂર નથી.”
“ઓહ !”ગોરો મેનેજર આવી વિચિત્ર વાતથી અચંબિત થયો અને ખુશ પણ ! કારક આમાં એને જાજો ખરચો કરવાની જરૂર નહોતી.
મેનેજરે જલારામ બાપાના ફોટા સામે બે હાથ જોડીને માનતા માની.
આ વાતને બે-ત્રણ મહિના વીતી ગયાં.અને જાણે જલિયાણની કૃપા ઉતરી ! કંપની ફરી એકવાર ધમધમવા લાગી.શેર-હોલ્ડરો મળવાથી શેરો વેંચાવા લાગ્યાં.મેનેજર ખુશ થયો.
“આ તારા ગોડ ખરેખર માઇન્ડ બ્લોયિંગ છે હો ! એની પ્રે કરવાથી આપણી કંપની ફરી દોડવા લાગી.”
“એ તો એની કૃપા,સર ! પણ તમે કરેલા વાયદા મુજબ હવે તમારે વિરપુર જવું પડશે.”
“એક્ચયુલી….હમણાં મારી પાસે ટાઇમ નથી.”મેનેજર જરાક થોથવાયો.આમેય હવે ગરજ પતી ગઇ હતી ને !
“અરે પણ સર ! માત્ર ત્રણ જ દિવસનું કામ છે ઇન્ડિયા જવામાં.”
” ઓકે બટ મારી બેબી હમણાં ઇન્ડિયાની ટુર પર જવાની છે, એણે જીદ લીધી છે.એને આ ગોડના ટેમ્પલ પર જવાનું કહી દઉ તો ચાલશે ? ”
“હા,ચાલે.”


મેનેજરે પોતાની વીસ વર્ષની જુવાન દિકરીને વાત કરી કે તું ઇન્ડિયા જા તો ભલે પણ પહેલાં તારે વિરપુર જઇ જલારામબાપાના મંદિરે શ્રીફળ ને અગરબત્તી ધરવાના છે.છોકરીને કોઇ વાંધો નહોતો.
ફ્લાઇટમાં તે મુંબઇ આવી.બપોર પછી મુંબઇથી રાજકોટની ફ્લાઇટ પકડી તે રાજકોટ આવી ત્યારે સાંજ ઢળી ચુકી હતી.છોકરીએ રાજકોટથી વિરપુર જવા માટે વેરાવળ-સોમનાથની વિરપુર થઇને જતી બસ પકડી.સતત મુસાફરીને કારણે તે થાકી ગઇ હતી.બસ ચાલવા લાગી એવી જ તેને ઊંધ આવી ગઇ અને વિરપુર ઉતરવાનું ચુકાઇ ગયું.બસ પહોંચી વેરાવળ.અડધી રાતના મઝલે આ જુવાન છોકરી વેરાવળના બસ સ્ટેન્ડમાં આંટા મારવા લાગી.તેને અંદાજ તો આવી ગયેલો કે પોતાને ઉતરવાનું હતું તે સ્ટેશન પાછળ રહી ગયું છે.બસ-સ્ટેન્ડમાં તેણે એક યુવાનને પુછ્યું –
“I want to go virpur at. Jalaram Temple.”વધુ વાંચો


યુવાન સમજી ગયો.તેણે યુવતીને કહ્યું કે તમે બહુ આગળ આવતા રહ્યાં છો અને ફરી તેને વિરપુર થઇ જતી રાજકોટની બસ પકડવા કહ્યું.છોકરી ફરી બસમાં બેઠી.ભાગતી રાતના ચારેક વાગ્યાના સુમારે બસ વિરપુર સ્ટેશન પર થોડીવાર માટે થોભી.છોકરી ઉતરી.વિરપુરનું બસસ્ટેશન ગામની બહાર હોવાથી અત્યારે બધું સુમસામ હતું.છોકરી આવી સુમસામ જગ્યા જોઇ ગભરાવા લાગી.ચારે બાજુ નિરવ શાંતિ હતી.એવામાં તેની નજર એક રીક્ષાવાળા પર પડી.થોડે દુર તે ઉભો હતો.છોકરી તેની પાસે આવી –
“I want to go Jalaram Temple.”


છકડાવાળો મવાલી જેવો જણાતો હતો.તેની આંખો જોતા જણાય આવે કે તેનામાં લુચ્ચાઇ ભરી હતી.ઇંગ્લીશમાં બોલાયેલા વાક્યને તે પુરુ તો ના સમજી શક્યો પણ એટલી ખબર ખડી કે આ છોકરી જલારામ મંદિરે જવા માગે છે.તેણે છોકરી સામે નજર કરી.તેનો દુધ જેવો રૂપાળો ચહેરો જોયો,હાથમાં રહેલો સામાન જોયો.તેને આ યુવતી વિદેશી લાગી અને તેના પેટમાં પાપ જાગ્યું.આ સુમસામ અંધકાર ! એકલી અજાણ યુવતી ! એને શી ખબર પડશે કે હું એને ક્યાં લઇ જાવ છું ! તેણે યુવતીને રીક્ષામાં બેસવા કહ્યું.
જેવી મવાલીના પેટમાં જાગેલા પાપથી અજાણ યુવતી રીક્ષા બેસવા જાય છે બરાબર એજ વખતે પાછળથી છોકરીનો હાથ કોઇકે ઝાલ્યો.યુવતી ચમકી.તેણે પાછળ જોયું તો માથે સફેદ દુધ જેવી પાઘડી,અંગે કડિયું અને ધોતી,હાથમાં લાકડી રાખેલા એક વૃધ્ધ ડોસા તેને ઇશારાથી રીક્ષામાં ન બેસવા માટે સમજાવી રહ્યાં હતાં.છોકરીને તે કોઇ અદ્ભુત દેવતાઇ પુરુષ લાગ્યાં.કોણ જાણે કેમ પણ તેને લાગ્યું કે આ વૃધ્ધમાંથી કોઇ દિવ્યતેજનો પ્રકાશ રેલાઇ રહ્યો છે.છોકરી તેનો ઇશારો સમજી ગઇ.તેણે મવાલીને જાકારો આપ્યો.અને વૃધ્ધે તેનો હાથ પક્ડયો.છોકરી તેની પાછળ ચાલવાં લાગી.


સતત ‘સીતારામ….સીતારામ…’ની રટણા કરતો-કરતો આ વૃધ્ધ એક જ લયમાં ધીમેધીમે છોકરીને દોરીને ચાલ્યો જતો હતો.તેની ચાલમાં અપૂર્વ લયનો અનુભવ યુવતીને થતો હતો.લગભગ પંદરેક મિનીટનો કાપ્યા બાદ જલારામ મંદિરની આગળ તેઓ આવી પહોંચ્યાં.વૃધ્ધે મંદિર તરફ ઇશારો કરીને આંગળી ચીંધી.છોકરી સમજી ગઇ.તે મંદિરના પરિસરમાં પહોંચી ગઇ.હવે તેને કોઇનો ભય નહોતો ! અંદર તેની રહેવાની અને નહાવાની બધી વ્યવસ્થિ મંદિરના કાર્યકરોઅ કરી આપી.
સવારના પહોરમાં આરતી વખતે યુવતી તૈયાર થઇ.અક થાળીમાં શ્રીફળ,કંકુ,ચોખા અને અગરબત્તી લઇ તે બધા ભાવિકોની જેમ લાઇનમાં દર્શન કરવા ઊભી રહી.એવામાં અની નજર મંદિરમાં રાખેલા એક ફોટા પર પડી.આ ફોટો જલારામબાપાનો એક અંગ્રેજે પાડેલો એકમાત્ર વાસ્તવિક ફોટો છે જે હજી પણ વિરપુરના મંદિરમાં રહેલો છે.છોકરીને ફોટો જોઇને થોડી નવાઇ લાગી.


તેણે બાજુમાં ઊભેલા ભાવિક યુવાનોને પૂછ્યું – “આ જે ફોટામાં દેખાય છે તે વૃધ્ધનું એડ્રેસ હોઇ તો આપશો ? મારે તેમને મળવું છે !”
યુવાનો તેની વાત સાંભળીને મરક-મરક હસ્યા.
“મેડમ,એ પોસિબલ નથી.”
“બટ વાય ? આ માણસે જ મને રાતે બસ-સ્ટેન્ડથી અહીં સુધી પહોંચાડીને મારી મોટી હેલ્પ કરી હતી.મારે તેને થેન્ક યુ કહેવું છે.”યુવતીના અવાજમાં અધિરાઇ હતી.
એક યુવાને કહ્યું – “મેડમ,આ બાપા તો મરી ગયાં એને દાયકાઓ વીતી ગયા છે.”
“રીયલી !! ઓહ માય ગોડ…..આ મરી ચુકેલા માણસે મારી હેલ્પ કરેલી ??!!” એ અંગ્રેજ યુવતીના હાથમાંથી થાળી પડી ગઇ.એને આજ પહેલીવાર અનુભવ થયો કે ભારતના સંતોની શું તાકાત હોય છે !!
આ દેશના સંતોની કૃપા દુનિયાના ગમ તે દેશના,ગમે તે ધર્મના લોકો પર વરસે છે.મર્યા પછી પણ માનવતાનો દીપક અખંડ રાખવાની તાકાત છે આ દેશના,આ ભૂમિના જોગીઓમાં !વધુ વાંચો


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
(no title)
ભાગવત અને માર્કંડેય પુરાણમાં વર્ણવેલ 20 કિલો સોનું ધરાવતું ગર્ભગૃહ, મા વિંધ્યવાસિની …
(no title)
ધર્મેન્દ્ર-હેમા લગ્નઃ હેમા માલિનીએ પરિવારની મરજી વિરુદ્ધ ધર્મેન્દ્ર સાથે કર્યા લગ્ન, જાણો …