નવી દિલ્હી
જો તમારી અંદર કોઈ કલા હોય તો તમે પણ ઘેરબેઠા કમાણી કરી શકો છો. દેશના અનેક ઈન્ફ્લુએન્સર પોતાની પ્રતિભા વિશે દુનિયાને જણાવી યુટ્યુબની મદદથી લાખોની કમાણી કરી રહ્યા છે. હર્ષ રાજપૂત નામના આ યુવકે યુટ્યુબ પર વીડિયો બનાવીને એડસેન્સની મદદથી મહિને રૂ. 8 લાખની કમાણી કરે છે વધુ વાંચો
હાલમાં જ તેણે 50 લાખ રૂપિયાની ઓડી ખરીદી છે.
હર્ષ રાજપૂત નામનો આ યુવક તેની આસપાસના મુદ્દાઓ પર કોમેડી વીડિયો બનાવે છે. તેની યુટ્યુબ ચેનલના 33 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે. હર્ષ રાજપૂતે જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિના હાથમાં છે કે, તે કેવુ અને કેવી રીતે જીવવા માગે છે.પરિસ્થિતિને બદલવા માટે મક્કમ મનોબળ જરૂરી છે. હંમેશા સપનાઓ મોટા હોવા જોઈએ, અને તેને પૂરા કરવાનો જુસ્સો પણ હોવો જોઈએ વધુ વાંચો
કેવી રીતે બનશો Influencer
યુટ્યુબ પર વીડિયો બનાવીને કમાણી કરવી ખૂબ જ સરળ કામ માનવામાં આવે છે. જો તમારી પાસે તમારા ફોનમાં માત્ર કેમેરો હોય અને સફળ થવાની ઈચ્છા હોય તો તમે પણ સફળ થઈ શકો છો. આજકાલ એવી હજારો વાર્તાઓ સામે આવી રહી છે જેમાં યુટ્યુબની મદદથી લોકોનું જીવન બદલાઈ ગયું છે youtube earning વધુ વાંચો
બિહારના રહેવાસી હર્ષ રાજપૂતની કહાની પણ આવી જ છે. ગુજરાતની એક યુટ્યુબર ગ્રામીણ જીવન પર વીડિયો બનાવી લાખોની કમાણી કરી રહી છે. જો મજબૂત કન્ટેન્ટ અને પ્રતિભા હશે તો અવશ્ય સફળતા મળે છે.
હર્ષ રાજપૂતે તેની સોશિયલ મીડિયા સાઇટ પર ઘણા ફોટા પોસ્ટ કર્યા છે જેમાં તે કોઈક વિદેશી લોકેશન પર ફરતો જોવા મળી રહ્યો છે. હર્ષ રાજપૂતના પિતા બિહાર પોલીસમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતા હતા વધુ વાંચો
તે પોલીસ અધિકારીના ડ્રાઈવર હતા.
હર્ષે દિલ્હીમાં થિયેટર કર્યું અને પછી મુંબઈ આવી ગયો હતો. જ્યારે કોરોના સંક્રમણને રોકવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારે તે ઘરે પરત ફર્યો હતો. હર્ષ રાજપૂતે કોરોના સંકટમાં જ યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. તેના વીડિયોમાં હર્ષ રાજપૂત એક રિપોર્ટરની જેમ વર્તે છે અને વર્તમાન ઘટનાઓ પર કોમેડી કરે છે. વધુ વાંચો
હર્ષ રાજપૂતે જણાવ્યું કે બેન્કમાંથી લીધેલી લોન ચૂકવી ન શકવાને કારણે તેના ઘરની હરાજી થવાની હતી, પરંતુ તેણે યુટ્યુબની કમાણીથી તેનું ઘર હરાજી થતું બચાવ્યું હતું વધુ વાંચો
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.