જે વ્યક્તિના જીવનમાં મામાદેવની કૃપા હોય એને મન મોજે મોજ હોય છે, ખરેખર મોજીલા મામાદેવની સરકારમાં દરેક ભક્તોના જીવન સુખમાં વીતે છે. આજે અમે આપને મોજીલા મમાદેવના પ્રાગટ્ય વિશે વાત કરીશું કે, આખરે મમાદેવ કોણ છે અને શા માટે લોકો મમાદેવની પૂજા-અર્ચના કરે છે. પૌરાણિક કથા અનુસાર કહેવાય છે કે,મામાદેવ વિરભદ્રનો અવતાર છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, રાજા દક્ષ પ્રજાપતિએ યજ્ઞમાં પોતાની દીકરી સતી અને જમાઈ મહાદેવને નિમંત્રણ આપ્યું ન હતું છતાં પણ દેવી સતી પિતાના ઘરે ગયા અને રાજા દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કર્યું અને આ કારણે દેવી સતીએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી અને આ વાતની જાણ થતાં મહાદેવ ક્રોધિત થયા અને તેમણે પોતાની જટામાંથી વિરભદ્રને પ્રગટ કર્યા.વિરભદ્રએ પ્રજાપતિ દક્ષનો વધ કર્યો.
મહાદેવએ વિરભદ્રને આશીર્વાદ આપતા કહ્યું કે, તારો જન્મ એક રબારીના ઘરે થશે અને તમે જગતમાં મામાદેવ તરીકે ઓળખાશો. તમે ખીજડે અને લીમડે વાસ કરશો. ત્યારબાદ તેમનો જન્મ રબારીના ઘરે થયો અને તેમને એક ભરવાડના દીકરાને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો.આજે પણ અનેક રૂપે મામદેવ ભાવિ ભક્તોની ઈચ્છાઓને પરિપૂર્ણ કરે છે. મમાદેવને સીગરેટ, ગુલાબ અને અંતર અતી પ્રિય હોય છે. દર ગુરુવારે લોકો મામાદેવની પૂજા અર્ચના કરે છે.