આપણે જાણીએ છે કે, શતાબ્દી મહોત્સવમાં અનેક લોકો સેવા કરી રહ્યા છે, જેમાં લવજી બાદશાહની દીકરી ગોરલ પણ માથે તગારા લઈને કરી રહી છે. હાલમાં જ ગોરલના સુરત શહેરમાં અતિ ભવ્ય લગ્ન યોજાયા હતા. આ શાહી રીતે યોજાયેલ અને આ લગ્નના તમામ કાર્યક્રમો ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા. તમે આ લગ્નની તમામ તસવીરો જોઈ હશે, પરંતુ આજે અમે તમારા માટે આ લગ્નનો વીડિયો લઈને આવ્યા છીએ. ગોરલના આ શાહી લગ્ન જોઈને તમે પણ ચોંકી જશો. ઘટનાનો વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો.

ગોરલના લગ્ન ગોપીન ફાર્મમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા. આ સાથે ગોપીન ફાર્મમાં જ દીકરીના લગ્નનું રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. લવજી ડાલિયાની પુત્રી ગોરલ ડાલિયાના લગ્ન મયુર અજમેરા સાથે થયા હતા. આ લગ્ન 22 જાન્યુઆરીના રોજ ધામધૂમથી થયા હતા.લવજીભાઈ ભલે ડાલિયા લવજી બાદશાહ તરીકે ઓળખાય છે.

ભાવનગર જિલ્લાના ખોબા જેવડાના સેંજળીયા ગામમાં જન્મેલા લવજીભાઈના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. 12 વર્ષની ઉંમરે તેઓ આજીવિકા માટે સુરત આવ્યા અને હીરા પીસવાનું શરૂ કર્યું. ચાર વર્ષ સુધી સતત હીરા ઘસ્યા પછી તેણે નાના પાયે હીરાનું કારખાનું શરૂ કર્યું. આ પછી તેણે અવધ ગ્રુપના નામથી પોતાનો કન્સ્ટ્રક્શન બિઝનેસ શરૂ કર્યો. સખત મહેનત અને જુસ્સાથી પ્રેરિત, લવજીભાઈએ ક્યારેય પાછું વળીને જોયું નથી.

લવજી બાદશાહે ધંધાની સાથોસાથ સેવાકીય કાર્યોમાં પણ માતૃભૂમિનું ઋણ ચૂકવવામાં ક્યારેય ખચકાટ અનુભવ્યો ન હતો. દર વર્ષે અસંખ્ય દીકરીઓ માટે કરોડો રૂપિયાના ‘બેટી બચાવો, બેટી પઢાવો’ બોન્ડનો ખર્ચ કરવામાં આવે છે. લવજી બાદશાહ આજે પણ ‘ભામાશા’ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત તેઓ આરોગ્ય, શિક્ષણ, સમાજ સેવા, જળ સંરક્ષણ અને સેવાકીય પ્રવૃતિ જેવા અનેક કાર્યક્રમો સાથે જોડાયેલા છે.

સૌથી ખાસ એ કે તેમને પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી સાથે ખુબ જ હેત છે અને ચુસ્ત હરી ભગત છે અને સંત્સંગ સાથે જોડાયેલ છે અને શતાબ્દી મહોત્સવમાં પણ તેઓ તન, મન અને ધનથી સેવા આપી રહ્યાં છે અને સૌથી ખાસ વાત એ કે ગોરલના લગ્ન 5000 કરોડની સંપત્તિ ધરાવનાર અજમેરા પરિવારમાં થયા છે છતાં આજે તેઓ નિ : સ્વાર્થ ભાવે શતાબ્દીમાં સામાન્ય વ્યક્તિની જેમ સેવા કરી રહી છે. આ જ છે પ્રમુખ સ્વામીના સંગનું પરિણામ.


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••