પણા કાઠીયાવાડમાં એક કહેવત છે કે, ટુકડો ત્યાં હરિ ઢુંકડો. કાઠીયાવાડ હંમેશા બહારથી આવેલા મહેમાનોને મહેમાન ગતિમાં કોઈ કસર બાકી રાખતું નથી.ત્યારે જૂનાગઢનું ગોરખનાથ આશ્રમ અત્યારથી જ મહાશિવરાત્રીના મેળામાં આવનાર તમામ ભાવીકોને ગરમા ગરમ ભોજન પીરસવા માટે કામે લાગ્યું છે. આશ્રમમાં 365 દિવસ સદાવ્રત ચાલે છે વધુ વાંચો

મહંત શેરનાથબાપુએ જણાવ્યું હતું કે, ગોરક્ષનાથ આશ્રમના સદગુરુ યોગી પીર શ્રી ત્રિલોકનાથ બાપુનું સમાધિ સ્નાન અહીં આવેલું છે, જેઓએ 50 થી 60 વર્ષ સુધી અહીં સેવાની જ્યોત પ્રજવલિત રાખી હતી. આ ઉપરાંત ત્રિલોકનાથ બાપુના ગુરુ સોમનાથ બાપુનું સમાધિ સ્થાન પણ અહીં આવેલું છે. સોમનાથ બાપુએ શેરનાથ બાપુના દાદાગુરુ કહેવાય. આ બંને સદગુરુએ જે સંસ્કારનો વારસો શેરનાથ બાપુને આપ્યો છે. તેમનું કહેવું છે કે, અહીં આવેલા યાત્રિકો ગિરનારના મહેમાન કહેવાય અને તેમને ભૂખ્યા પરત ન મોકલાય. તેથી જ અહી વર્ષોથી લોકોને પ્રસાદ આપવાની પરંપરા અવિરતપણે શરૂ રાખવામાં આવી છે વધુ વાંચો

શિવરાત્રીનો મેળો આમ તો ચાર દિવસનો છે. 15 થી 18 ફેબ્રુઆરી સુધી મેળો ચાલશે,પરંતુ શનિવારે શિવરાત્રી છે અને ત્યારબાદ રવિવારે પણ રજાના માહોલને લીધે ભીડ ઓછી થવાની શક્યતા ઓછી છે. આ ઉપરાંત અત્યારથી જ અનેક લોકો આ મેળાની મજા માણવા માટે આવી પહોંચ્યા છે અને આવનારા દિવસોમાં ભીડ લાખોની સંખ્યામાં પહોંચશે ત્યારે છ દિવસોમાં લાખો લોકો આ આશ્રમની મુલાકાત લેશે અને અહીં ભોજન લેશે. એક કલાકમાં 3600 રોટલી તૈયાર થશે વધુ વાંચો

અહીં આવનારી યાત્રીકોની ભીડને પહોંચી વળવા માટે અહીં રોટલી માટે બે મશીન મુકાયા છે, જેમાં એક મશીનમાંથી દર કલાકે 1800 થી વધુ રોટલીઓ ગરમા ગરમ બને છે. આમ કુલ એક કલાકમાં 3600 રોટલીઓ ગરમા ગરમ લોકો જમશે. આ સિવાય ચોખ્ખા ઘીનો મોહનથાળ, બાજરાના રોટલા ખમણ, ગરમા ગરમ ભજીયા, બે પ્રકારની શાક તથા છાશ સહિતના વ્યંજનો અહીં આવનાર યાત્રિકોને પીરસવામાં આવે છે. બીજી મહત્વની વાત એ છે કે, અહીં આવનાર યાત્રિકોને પોતાની ડીશ પણ સાફ કરવાની રહેતી નથી, તે પણ કામ સ્વયંસેવકો કરી રહ્યા છે વધુ વાંચો
રસોડામાં નવ કાઉન્ટર ગોઠવવામાં આવ્યા છે, આ સાથે 125 થી વધુ સ્વયંસેવકો, 24 કલાક ચાલતા રોટલીના મશીનો થકી અહીં શિવરાત્રીના મેળામાં આવનાર દરેક યાત્રીઓને ગરમાગરમ ભોજન પીરસવા માટે કટિબદ્ધ છે. 12 માસ એટલે કે 365 દિવસ ચાલે છે અહીં ભોજનાલય. અહીં યાત્રિકોને ફક્ત શિવરાત્રી પૂરતું જ મર્યાદિત નહીં પરંતુ 365 દિવસ આવનાર દરેક લોકોને બપોરે તેમ જ સાંજે ગરમા ગરમ જમવાનું આપવામાં આવે છે વધુ વાંચો
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.