आपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यत् ।
तद्वत्कामा यं प्रविशन्ति सर्वेस शान्तिमाप्नोतिने कामकामी।
અર્થાત : જે પ્રમાણે બધી બાજુથી ભરપૂર, અચળ પ્રતિષ્ઠા વાળા સમુદ્રમાં અનેક નદીઓનાં પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઈ જાય છે, તે જ પ્રમાણે સર્વ ભોગો જે સ્થિતપ્રજ્ઞ પુરુષમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યાં વિના જ સમાઈ જાય છે, તે જ પુરુષ પરમ શાંતિને પામે છે, ભોગોને ઈચ્છનારો નહીં. ( અધ્યાય બીજો, શ્લોક ૭૦ )
દરેક માણસ સુખની કામના કરતું હોય છે, પરંતુ ક્યારેય વિચાર્યું છે, કે શા માટે આપણે સુખી નથી ? શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના બીજા અધ્યાયમાં શ્રી કૃષ્ણે જણાવ્યું છે કે, શા માટે માણસને સુખ નથી મળતું.
नास्ति बुद्धिरयुक्तस्य ने चायुक्तस्य भावना ।
न चाभावयतः शान्तिरशान्तस्य कुतः सुखम् ।
પુરુષે મન અને ઈન્દ્રિયો જીત્યાંનથી તેનામાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ નથી હોતી તેમજ એ અયુક્ત માણસના અંતઃકરણમાં ભાવના પણ નથી હોતીતથા ભાવનાહીન માણસને શાંતિનથી મળતી અને શાંતિ વિનાના માણસ ને સુખ કયાંથી મળે? ( અધ્યાય બીજો, શ્લોક ૬૬ )
આ ભવમાં જે પણ મળ્યું છે, તે ગયા જન્મનાં કર્મોનું ફળ આ ભવમાં આપણે ભોગવતા હોઈએ છીએ અને આપણા દરેકના મનમાં એ સવાલ થાય કે શા માટે કર્મ કરવું જ પડે છે ?
न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् ।
कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुनैः ।
ખરેખર કોઈપણમાણસ કદીયે ક્ષણમાત્ર પણ કર્મ કર્યા વિના નથી રહેતો; કેમકે આખાય મનુષ્ય સમુદાય પ્રકૃતિજનિત ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવુંજ પડે છે. ( અધ્યાય ત્રીજો, શ્લોક ૫ )
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: http://facebook.com/maragamnochoro
IG: http://instagram.com/maragamnochoro
••••••••••••••••••••••••••••••••••
#GamNoChoro #GuaratiBhasa #MaruGamMaruAbhiman #Marugam #GujaratVillage #Choro #ગામનોચોરો #Gamdu